Thu,15 January 2026,4:24 am
Print
header

અમેરિકાનો વેનેઝુએલા પર મોટો હુમલો, રાષ્ટ્રીય કટોકટી જાહેર, સૈન્ય મથકોને નિશાન બનાવાયા

  • Published By dilip patel
  • 2026-01-03 16:18:27
  • /

કારાકસ: વેનેઝુએલા પર અમેરિકાએ જોરદાર મોટો હુમલો કર્યો છે. નિકોલસ માદુરોની સરકારે અમેરિકી હુમલાને સૈન્ય આક્રમકતા ગણાવીને તેની સખત નિંદા કરી છે. કારાકસની સાથે મિરાન્ડા, અરગુઆ અને લા ગુઈરા રાજ્યોમાં બોમ્બ ધડાકા થયા છે. માદુરો સરકારે જણાવ્યું કે વેનેઝુએલાને ડરાવવા અને ધમકાવવાના અમેરિકાના પ્રયાસો સફળ થશે નહીં. રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોએ દેશમાં નેશનલ ઇમરજન્સી (રાષ્ટ્રીય કટોકટી) ની જાહેરાત કરી દીધી છે.  

વેનેઝુએલાની રાજધાની કારાકસમાં વહેલી સવારે અનેક જોરદાર ધડાકાઓના અવાજ સંભળાયો હતો અને નીચી ઊંચાઈએ ઉડતા જેટ પણ જોવા મળ્યાં હતા.ન્યૂઝ એજન્સી રોઇટર્સના જણાવ્યાં અનુસાર ફાઇટર જેટમાંથી બોમ્બ ફેંકાયા હતા અને આ ધડાકાથી ઈમારતો ધ્રૂજી ઉઠી હતી. વેનેઝુએલાની કેપિટલ સિટીનો દક્ષિણ વિસ્તાર, જ્યાં એક મોટું સૈન્ય મથક આવેલું છે, ધડાકા બાદ અંધારામાં ડૂબી ગયું હતું.

AP ના રિપોર્ટ મુજબ, 7 ધડાકા સંભળાયા હતા, ત્યારબાદ લોકો પોતાના ઘરોની બહાર નીકળી આવ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં શહેરમાં થયેલા ધડાકાની ક્ષણો કેદ થઈ છે. કોલંબિયાના રાષ્ટ્રપતિએ વેનેઝુએલાની રાજધાની કારાકસમાં અમેરિકી વાયુસેના દ્વારા કરવામાં આવેલા હુમલાથી પ્રભાવિત સ્થળોની યાદી જાહેર કરી છે. આ યાદીમાં સૈન્ય અને સરકારી સુવિધાઓની સાથે દેશના પૂર્વ રાષ્ટ્રપતિ હ્યુગો ચાવેઝનું મેમોરિયલ પણ સામેલ છે.

અમેરિકાએ જે સ્થળોને એર સ્ટ્રાઈક દ્વારા નિશાન બનાવ્યા તેમાં નીચેનાનો સમાવેશ થાય છે

ફોર્ટ ટ્યુના: કારાકસનું મુખ્ય મિલિટરી બેઝ

લા કાર્લોટા: કારાકસનું મુખ્ય એરબેઝ

એલ વોલ્કાન: મુખ્ય રડાર સ્ટેશન

લા ગુએરા પોર્ટ: વેનેઝુએલાનું મુખ્ય બંદર

ઇગુએરોટે એરપોર્ટ: મિરાન્ડા રાજ્યનું એરપોર્ટ

અમેરિકાએ પોતાના નાગરિકોને તાત્કાલિક વેનેઝુએલા છોડવા કહ્યું

અમેરિકાએ પોતાના નાગરિકો માટે વેનેઝુએલાની યાત્રા ન કરવાની એડવાઈઝરી જારી કરી છે. અમેરિકી નાગરિકોને કહેવામાં આવ્યું છે કે, વેનેઝુએલાની યાત્રા ન કરો અને ત્યાં રોકાશો નહીં. તમારું અપહરણ થઈ શકે છે અથવા સ્થાનિક કાયદાઓનો તમારી વિરુદ્ધ દુરુપયોગ થઈ શકે છે. અત્યારે વેનેઝુએલામાં અમેરિકી નાગરિકો વિરુદ્ધ અપરાધ, નાગરિક અશાંતિ અને ખરાબ સ્વાસ્થ્ય વ્યવસ્થાનું જોખમ ખૂબ જ વધારે છે. વેનેઝુએલામાં રહેતા તમામ અમેરિકી નાગરિકો અને કાયદેસરના કાયમી રહેવાસીઓને તાત્કાલિક ત્યાંથી નીકળી જવાની સલાહ આપવામાં આવે છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch