Thu,25 April 2024,2:19 pm
Print
header

વેજલપુરમાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો, સેન્ટ્રલ IB માં નોકરી કરનાર પતિએ જ પત્નીની હત્યા કરાવી- Gujaratpost

પોલીસે CCTV તપાસ કરતા સોસાયટીમાં બે શકમંદો નજરે પડયા હતા

આ કેસમાં મૃતકનો પતિ અને અન્ય બે શખ્શ હજુ ફરાર

અમદાવાદઃ 15 દિવસ પહેલાં વેજલપુરના  શ્રીનંદનગર સોસાયટીના ફ્લેટમાંથી મહિલાની હત્યા કરી દેવાયેલી લાશ મળી આવી હતી. પોલીસે આ હત્યાનો કેસ ઉકેલી લીધો છે. મનીષાબહેન નામના મહિલાની હત્યા તેના જ પતિએ કરાવી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે CCTVની તપાસ કરતા સોસાયટીમાં બે શકમંદો નજરે પડ્યા હતા. જેમાના એકને પોલીસે દબોચી લીધો છે. ખલીલુદ્દીન નામના શખ્શે કબૂલ્યું છે કે મૃતક મનીષાબહેનના પતિ રાણાકૃષ્ણ દૂધેલા એ જ આ હત્યા કરાવી હતી.

આરોપી પતિ મધ્યપ્રદેશમાં IBમાં પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવે છે. લગ્ન બાદ બંને અલગ રહેતા હતા અને પારિવારિક તકરારમાં હત્યા કરી નાખી હતી. હત્યા પહેલાં આરોપીએ મનીષાબહેનની રેકી કરી હતી.આ કેસમાં મૃતકનો પતિ અને અન્ય બે શખ્શ હજુ ફરાર છે. જેમની પોલીસે શોધખોળ શરૂ કરી છે.

પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે આ બંને પલ્સર બાઈક લઈ મકરબા વિસ્તારમાંથી નીકળ્યાં હોવાનું જાણવા મળતા પોલીસે વાહનના આધારે આરોપીને પકડવા ટીમ તેલંગાણા રવાના કરી હતી. પોલીસે પલ્સર બાઈક ક્યાંથી ખરીદ્યુ હતું તે અંગે તપાસ કરતા જાણવા મળ્યું કે ભાડેથી વાહન આપતા એક વેપારી પાસેથી આ વાહન ભાડે લેવામાં આવ્યું હતું. જેમાં ખલીલુદ્દીન સૈયદે વાહન ભાડેથી લીધું હોવાથી પોલીસે તેની તપાસ કરી હતી.

ઝોન-7 એલસીબી ટીમે ખલીલઉદ્દીન સૈયદની પ્રાથમિક પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકત સામે આવી કે મૃતક મનિષાબેનના પતિએ હત્યાનું કાવતરું ઘડ્યું હતું અને ખલીલઉદ્દીન સાથે જૂનો પરિચય હોવાથી મનિષાબેનના પતિએ આ કામ તેમને સોંપ્યું હતું. હાલમાં પોલીસ હત્યાનું સાચુ કારણ શોધી રહી છે અને ફરાર આરોપીન પકડવા ચક્રો ગતિમાન કર્યાં છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch