Wed,24 April 2024,2:24 pm
Print
header

આ બનાવ તમને રડાવી દેશે....એક પિતાએ બે દિકરીઓની હત્યા કરીને પત્ની સાથે પોતે કરી લીધી આત્મહત્યા !

નવસારીઃ વાસંદાના રવાણીયા ગામે એક સનસનીખેજ બનાવ સામે આવ્યો છે, એક પિતાએ પોતાની બે દિકરીઓની હત્યા કરી નાખી અને બાદમાં પોતાની પત્ની સાથે પોતે આત્મહત્યા કરી લીધી, એક સાથે પરિવારના 4 સભ્યોએ આ દુનિયા છોડી દીધી. આ સનસનીખેજ ઘટનાએ સૌ કોઇને ચોંકાવી દીધા છે, 40 વર્ષીય ચુનીલાલ ગાવિત દમણમાં યુનિબેઝ કંપનીમાં નોકરી કરતા હતા, અને તેમનો એક પરિવાર હતો જે હવે નથી રહ્યો.

હોટલમાં ભોજન કર્યાં પછી પરિવાર રાત્રે 11 વાગ્યે ઘરે આવ્યો હતો

બધાએ નવા કપડા પહેર્યાં હતા 

પિતાએ 7 વર્ષની કશિષ અને 4 મહિનાની દિત્યાની કરી નાખી હત્યા

ચુનીલાલે પત્ની તનુજા સાથે કરી આત્મહત્યા 

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ચુનીલાલના અન્ય મહિલા સાથે સંબંધો હતો અને તેને લઇને દંપત્તિ વચ્ચે ઝઘડા થતા હતા, જેમાં આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું અને આખો પરિવાર વેરવિખેર થઇ ગયો.એક પિતાએ બંને દિકરીઓનું ગળું દબાવીને તેમને મોતને ઘાટ ઉતારી દીધી અને પછી પત્નીની પણ હત્યા કરીને પોતે ગળેફાંસો ખાઇ લીધો છે. હાલમાં પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch