Tue,29 April 2025,1:28 am
Print
header

ગાંધીના ગુજરાતમાં હત્યારાના પોસ્ટર્સ, વાપીમાં લાગ્યા બાપુના હત્યારા નાથુરામ ગોડસેના પોસ્ટર્સ

અમદાવાદમાં કોંગ્રેસનું અધિવેશન

8 અને 9 એપ્રિલે અમદાવાદમાં કોંગ્રેસનું અધિવેશન

રાષ્ટ્રપિતા મહાત્માં ગાંધીજીના હત્યારાના પોસ્ટર્સ લગાવવામાં આવ્યાં

વાપીઃ ગુજરાતમાં કોંગ્રેસનું અધિવેશન થવા જઇ રહ્યું છે, અમદાવાદમાં કાર્યક્રમની જોરશોરથી તૈયારીઓ થઇ ગઇ છે આ બધાની વચ્ચે હવે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યાં છે.વાપીના જાહેર રસ્તા પર નાથુરામ ગોડસેના પોસ્ટર્સ લાગ્યા છે.

શ્રી રામ શોભાયાત્રા સમિતિ વાપી દ્વારા આ બેનર્સ લગાવવામાં આવ્યાં છે.રઘુપતિ રાઘવ રાજા રામ દેશ બચા ગયા નાથુરામના નારા પોસ્ટર્સ પર લાગ્યા છે.

બેનરના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં કોંગ્રેસે રોષ વ્યક્ત કર્યો છે. કોંગ્રેસે માંગ કરી છે કે પોસ્ટર્સ લગાવનારા અસામાજિક તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે, તો આ મામલે પોલીસે પણ તપાસ શરૂ કરી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch