Fri,20 September 2024,1:17 pm
Print
header

અંદાજે રૂ.180 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, વાપી GIDCમાંથી DRI એ 121 કિલો MD ડ્રગ્સ ઝડપ્યું, આરોપી પાસેથી રૂ.18 લાખ રોકડા જપ્ત

ફરીથી ઝડપાયું કરોડો રૂપિયાનું ડ્રગ્સ

ડ્રગ્સ બનાવતી ફેક્ટરીમાં એજન્સીના દરોડા

વાપીઃ ફરી એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ વખતે વાપી જીઆઈડીસીમાં ડીઆરઆઈએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. પ્રાઈમ પોલિમર્સ ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાંથી 121 કિલો MD ડ્રગ્સ મળ્યું છે. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 180 કરોડ રૂપિયાની આસપાસ થાય છે. એક આરોપી પાસેથી ડીઆરઆઈએ 18 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યાં છે.

ડીઆરઆઇની ટીમે મુંબઇ, વાપીમાં તપાસ કરી હતી ત્યાર બાદ આ કાર્યવાહી કરીને ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે, આ કેસમાં હજુ મોટા ઘટસ્ફોટ થઇ શકે છે, આ ડ્રગ્સનો જથ્થો અહીંથી ક્યાં સપ્લાય કરાતો હતો અને કેટલા લોકો આ રેકેટ ચલાવી રહ્યાં હતા તે દિશામાં એજન્સીઓ તપાસ કરી રહી છે. નોંધનિય છે કે થોડા દિવસો પહેલા પણ પોલીસ અને ડીઆરઆઇએ સાથે મળીને ઔરંગાબાદમાંથી અંદાજે 250 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપી પાડ્યુંં હતુ.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch