વલસાડ:રાજ્યની આરોગ્ય સેવાઓ નિષ્ફળ સાબિત થઇ રહી છે વિજય રૂપાણી સરકારનું મેનેજમેન્ટ નિષ્ફળ હોવાનું હાઇકોર્ટે પણ નોંધ્યું છે સરકાર બધુ સલામત હોવાના દાવા કરી રહી છે પરંતુ સ્થિતિ કંઇ અલગ જ દેખાઇ રહી છે હોસ્પિટલોમાં બેડ નથી, ઓક્ટિજનની કમી છે અને રેમડેસિવિરના ઇન્જેક્શન માટે લોકોએ હેરાન થવું પડી રહ્યું છે આ બધાની વચ્ચે વલસાડમાંથી એક દર્દનાક કિસ્સો સામે આવ્યો છે.
મોડી રાત્રે 108 એમ્બ્યુલન્સમાં વલસાડની સિવિલ હૉસ્પિટલમાં કોરોનાના દર્દીને લાવવામાં આવ્યાં હતા પરંતુ સમયસર હોસ્પિટલમાં સારવાર ન મળતા તેમને એમ્બુલન્સમાં જ દમ તોડી નાખ્યો હતો. તેમને ખાનગી હોસ્પિટલમાંથી સિવિલમાં લઇ આવ્યાં હતા પરંતુ અહીં સારવાર ન મળતા તેમનો જીવ ગયો હોવાના પરિવારજનોએ આક્ષેપ કર્યા છે અને અહી આવેલા તેમના પરિવારનો વિલાપ કરી રહ્યાં હતા તેમનું કહેવું છે કે જો સમયસર સારવાર મળી હોય તો આજે તેમના સ્વજન જીવતા હોત.
રોષે ભરાયેલા પરિવારજનોએ તેમના સ્વજનનો મૃતદેહ એમ્બ્યુલન્સમાંથી બહાર કાઢીને રસ્તા પર મુકી દીધો હતો અને હોસ્પિટલ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો, જો કે પોલીસે આવીને બધાને સમજાવતા મામલો ઠંડો થયો હતો પરંતુ અહીં સવાલ એ છે કે આખરે કેમ હોસ્પિટલ તંત્રએ તેમને સમયસર સારવાર ન આપી ? શું અહીંની સિવિલ હોસ્પિટલમાં બેડ ફૂલ થઇ ગયા છે ? તો તંત્રએ કેમ હજુ સુધી બીજી વ્યવસ્થા કરી નથી. ત્યારે ગુજરાતમાં બનતા આવા દર્દનાક કિસ્સાઓ રાજ્ય સરકારની નિષ્ફળતાઓ છતી કરી રહ્યાં છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29