Fri,19 April 2024,7:48 am
Print
header

વલસાડમાં કોંગ્રેસીઓએ અબકી બાર ભાજપ સરકારના નારા લગાવ્યા, વિરોધ કરવા જતાં ભાંગરો વાટ્યો

વલસાડઃ કોરોના મહામારીમાં કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશમાં પેટ્રોલના ભાવવધારાના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં ઠેર-ઠેર કૉંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.વલસાડમાં કોંગ્રેસીઓ દ્વારા 'અબકી બાર ભાજપ સરકાર'ના નારા લગાવાતા થોડીવાર માટે રમૂજ ફેલાઈ ગઈ હતી. કોંગ્રેસી કાર્યકર્તાઓએ ઉત્સાહમાં 'અબકી બાર ભાજપ સરકાર'ના નારા લગાવી દીધા હતા. મંજૂરી વગર પ્રદર્શનની જાણ થતાં પોલીસે બનાવના સ્થળે પહોંચી કોંગ્રેસી કાર્યકર્તાની અટકાયત કરી હતી.

વલસાડમાં પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના મુદ્દે કોંગ્રેસ દ્વારા યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ ઉત્સાહમાં આવી 'અબકી બાર ભાજપ સરકાર'ના નારા લગાવી દીધા હતા આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી મહત્ત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લામાં પણ કોંગ્રેસ દ્વારા પેટ્રોલ-ડીઝલના ભાવવધારા  મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

બાદમાં ભૂલ ધ્યાનમાં આવતાં સૂત્ર સુધારવામાં આવ્યું હતું. આમ કોંગ્રેસના વિરોધપ્રદર્શન માં અબકી બાર ભાજપ સરકારના નારા પણ કોંગ્રેસી કાર્યકર્તાઓએ ભૂલથી લગાવ્યાં હતા, જેને કારણે કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ક્ષોભજનક સ્થિતીમાં મુકાયા હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch