Fri,26 April 2024,5:14 am
Print
header

ACB એ કોલેજના લેબ આસિસ્ટન્ટને રૂપિયા 13 હજારની લાંચ લેતા ઝડપી લીધો

વલસાડઃ શિક્ષણ વિભાગમાં પણ ભ્રષ્ટાચારે માજા મુકી દીધી છે કોલેજોમાં પણ લાંચનું પ્રમાણ વધી રહ્યું છે એસીબીએ પ્રશાંત રમણલાલ પટેલને રૂપિયા 13 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો છે, જે વલસાડની બી.કે.એમ સાયન્સ કોલેજમાં લેબ આસિસ્ટન્ટની કરાર આધારિત નોકરી પર હતો.

ફરીયાદી શાહ એન.એચ. કોમર્સ કોલેજ, વલસાડમાં ટી.વાય.બી.કોમમાં એકસ સ્ટુડન્ટ તરીકે અભ્યાસ કરે છે. તેને પાંચમાં સેમેસ્ટરમાં લો વિષયની પરીક્ષાના પરીણામમાં એ.ટી.કે.ટી.  હતી. ફરીયાદીને જાણવા મળ્યું હતુ કે સાયન્સ કોલેજનો કર્મચારી પ્રશાંત પટેલ પૈસા લઇને પરીક્ષામાં પાસ કરાવી આપે છે. જેથી તેઓએ આરોપીનો સંપર્ક કરેલો, આરોપી પ્રશાંતે પાંચમાં સેમેસ્ટરમાં લો વિષયમાં પાસ કરાવવા રૂપિયા 17,000 ની લાંચની માંગણી કરી હતી અને 2000 રૂપિયા લઇ લીધા હતા.ફરીથી ફરીયાદીએ આરોપીનો વારંવાર સંપર્ક કરતા આરોપીએ ફોન ઉપાડવાનો બંધ કરી દીધો હતો બાદમાં ફરિયાદીએ પરીક્ષાની તૈયારી કરીને પરીક્ષા પાસ કરી હતી. પછીથી આરોપી પ્રશાંતે 13 હજાર રૂપિયાની માંગ કરતા ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો.

એસીબીના કે.આર.સક્સેના, પીઆઇ, વલસાડ અને ડાંગ એસીબીના સ્ટાફે સાથે મળીને આ ઓપરેશન પાર પાડ્યું છે. એન.પી.ગોહિલ, મદદનીશ નિયામક, એસીબી, સુરત એકમના માર્ગદર્શનમાં આ લાંચ કાંડનો પર્દાફાશ કર્યો છે હાલમાં આરોપીની પૂછપરછ થઇ રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch