Fri,28 March 2025,12:52 am
Print
header

લવ જેહાદ...મોહસીને મનોજ બનીને મહિલાને પ્રેમ જાળમાં ફસાવી, ત્રણ વર્ષ પછી સત્ય આવ્યું સામે

વડોદરાઃ લગ્નના ત્રણ વર્ષ બાદ એક મહિલાએ તેના પતિ વિરુદ્ધ છેતરપિંડી અને બળજબરીથી ધર્મ પરિવર્તન માટે દબાણ કર્યાની ફરિયાદ નોંધાવી છે. મહિલાનો આરોપ છે કે મોહસીન પઠાણે પોતાનું નામ મનોજ સોની કહીને તેની સાથે લગ્ન કર્યા હતા.પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પીડિતાના પહેલા લગ્ન થયા હતા અને તેના પહેલા પતિથી છૂટાછેડા થઈ ગયા હતા. તે તેના બાળકો સાથે એકલી રહેતી હતી. દરમિયાન રેલવે કર્મચારી મોહસીન પઠાણ તેને મળ્યો હતો. મોહસિને મહિલાને તેનું નામ મનોજ સોની જણાવ્યું હતું અને તે મહિલાની નજીક આવ્યો હતો. આ પછી તેણે હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કર્યાં હતા.

લગ્ન પછી થોડો સમય બધું સામાન્ય રહ્યું, પરંતુ ધીમે ધીમે મોહસીનનું વર્તન બદલાવા લાગ્યું હતું. તેણે મહિલા પર ધર્મ પરિવર્તન માટે દબાણ શરૂ કર્યું. ગયા મહિને જ્યારે મહિલાને તેની અસલી ઓળખ વિશે ખબર પડી ત્યારે તેણે અલગ થવાની વાત કરી હતી. પછી આરોપીએ તેને ધર્મ પરિવર્તનની ધમકી આપવાનું શરૂ કર્યું હતું.

પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું કે મોહસીને તેનું આર્થિક શોષણ પણ કર્યું હતું. તેણે પીડિતાના નામે 1 લાખ રૂપિયાનું મોપેડ ખરીદ્યું અને 90 હજાર રૂપિયાની લોન પણ લીધી હતી. જ્યારે મહિલાએ વિરોધ કર્યો તો આરોપીએ તેને ધમકાવવાનું શરૂ કર્યું અને ધર્મ પરિવર્તન કરવા દબાણ કરતો હતો .

આ મામલે મહિલાએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી મોહસીન પઠાણની ધરપકડ કરી છે, તપાસમાં જાણવા મળ્યું છે કે મોહસીન પહેલાથી જ પરિણીત હતો. તેણે મહિલાને છેતરીને તેની સાથે સંબંધ બાંધ્યો હતો. વડોદરા પોલીસે આરોપી સામે છેતરપિંડી, બળજબરીથી ધર્મ પરિવર્તન અને આર્થિક શોષણના આરોપસર ગુનો નોંધ્યો છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch