વડોદરાઃ શહેરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં બહેન અને ભાણેજે મામા સાથે 2.70 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. કેનેડાના વિઝા અપાવવાના નામે તેના મામા પાસેથી કરોડો રૂપિયાની ઉચાપત કર્યાં બાદ પણ વિઝા ન મળતા અને પૈસા પરત ન થતાં મામાએ કંટાળીને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
વડોદરામાં રહેતા દર્શન પટેલે પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, તે 2009માં સ્ટુડન્ટ વિઝા પર ભણવા માટે લંડન ગયો હતો. આ પછી તે વર્ષ 2014માં ભારત પાછો ફર્યો હતો. કોરોના પીરિયડ પછી જ્યારે તે તેની પિતરાઈ બહેન દિવ્યાંગીબેનને મળવા ગયો હતો, જેથી તેણે કેનેડામાં રહેતા પુત્ર ધ્રુવ પટેલને વિઝા અપાવવામાં મદદ કરવા જણાવ્યું હતું.
આ પછી દર્શને તેના ભાણેજ ધ્રુવ સાથે વાત કરી તો તેણે પહેલા વિઝિટર વિઝા માટે પૈસા માંગ્યા, પછી કહ્યું કે તેમાં પ્રોબ્લેમ છે, તેથી વર્ક પરમિટ વિઝા લેવા પડશે. આ માટે વધુ પૈસા પડાવ્યાં. પાછળથી તેણે નકલી વર્ક પરમિટ પત્રો અને એર ટિકિટો મોકલી, જેનાથી મામાને ખાતરી થઈ ગઈ કે બધું સાચું છે.
જ્યારે છેલ્લી ક્ષણે ધ્રુવે કહ્યું કે વર્ક પરમિટમાં સમસ્યા છે ત્યારે તેણે દર્શનને કેનેડા જવા માટે બિઝનેસ વિઝા મેળવવાની સલાહ આપી. આ માટે મોટી રકમ પણ લેવામાં આવી હતી. દર્શને જ્યારે ટિકિટ અને વિઝા ચેક કર્યા તો ખબર પડી કે ટિકિટ નકલી છે.
દર્શને જ્યારે ધ્રુવને ફોન કરીને તેના પૈસા પાછા માંગ્યા ત્યારે તેણે જવાબ આપ્યો ન હતો. બહેન સાથે પણ વાત કરવામાં આવી હતી, પરંતુ કોઈ ઉકેલ મળી શક્યો નહોતો. આ પછી જૂન 2024માં ધ્રુવના પિતાનું અવસાન થયું હતુ, આ દરમિયાન ધ્રુવ વડોદરા આવ્યો ત્યારે દર્શને ફરી પૈસા પાછા માંગ્યા, પરંતુ તેણે પૈસા આપવાની ના પાડી હતી.
સમાજના કેટલાક જાણીતા લોકોની હાજરીમાં ધ્રુવે વડોદરામાં તેના ઘરનો ટોકન એગ્રીમેન્ટ કર્યો હતો અને પૈસા પરત આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ 8 મહિના પછી પણ તેણે કોઈ રકમ પરત કરી ન હતી. આખરે કંટાળીને દર્શન પટેલે તેની બહેન અને ભાણેજ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. વડોદરા પોલીસે દર્શન પટેલની ફરિયાદ પરથી દિવ્યાંગી પટેલ અને ધ્રુવ પટેલ સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસ હવે આ મામલે ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ટ્રેડિંગના નામે રૂ. 1.84 કરોડની સાયબર છેતરપિંડી કરનાર વધુ એક આરોપીની ધરપકડ | 2025-11-17 21:47:34
તમે સાવધાન રહેજો....અમદાવાદમાં વૃદ્ધને ડિઝિટલ એરેસ્ટ કરીને રૂપિયા 17 લાખ પડાવી લેવાયા | 2025-11-17 21:27:05
સાઉદીમાં હૈદરાબાદનો આખો પરિવાર ખતમ થઇ ગયો, બસમાં આગ લાગતા 18 લોકોનાં મોત | 2025-11-17 21:03:25
મુન્દ્રા બંદર પર DRI ની મોટી કાર્યવાહી, 5 કરોડ રૂપિયાના ચાઇનીઝ ફટાકડા જપ્ત | 2025-11-17 20:45:54
બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાને ફાંસીની સજા, ICTએ સંભળાવ્યો ચૂકાદો | 2025-11-17 15:47:35
ભાવનગરમાં ફોરેસ્ટ અધિકારીએ જ પત્ની-સંતાનોની કરી હત્યા, લાશ સાથે પથ્થરો બાંધીને દાટી દીધા | 2025-11-17 12:17:07
ACB ટ્રેપમાં ફસાયા UGVCL ના જુનિયર એન્જિનિયર, રૂપિયા 50 હજારની લાંચ લીધી હતી | 2025-11-17 09:46:36
જનતાને કહ્યું એક બહુરૂપીયાને જૂતાનો હાર પહેરાવજો, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના મધુ શ્રીવાસ્તવ પર પ્રહાર | 2025-11-16 11:41:51
વિવાદીત કીર્તિ પટેલ સામે પાસા લગાવાયા, વડોદરા જેલમાં ધકેલાઈ | 2025-11-09 10:39:04
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી, હેલિકોપ્ટરથી કરાઇ પુષ્પવર્ષા | 2025-10-31 08:45:04
ગોધરામાં હજારો લોકોએ સંત રાજીન્દર સિંહજી મહારાજના આધ્યાત્મિક કાર્યક્રમમાં હાજરી આપી | 2025-10-25 19:45:07
જન્મદિવસની રાત્રે જ કાળ ભરખી ગયો: વડોદરાના અકોટા બ્રિજ પર ટ્રકની ટક્કરે પાટીદાર યુવકનું કરુણ મોત | 2025-10-19 10:40:03