Mon,09 December 2024,1:29 pm
Print
header

વડોદરા તપન પરમાર હત્યા કેસઃ પોલીસ કમિશનરે PI, PSI સહિત 10 પોલીસકર્મીઓને કર્યા સસ્પેન્ડ

વડોદરાઃ પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપન પરમારની હત્યા મામલે કારેલીબાગના PI, PSI સહિત 10 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યાં છે. પોલીસની હાજરીમાં  હત્યા થતા પોલીસ કમિશનરે આ નિર્ણય લીધો છે. આરોપી બાબરને SSG હૉસ્પિટલ લઇને આવ્યાં બાદ ફરજ પર બેદરકારી રાખવામાં આવી હતી અને હત્યારાએ પોલીસની હાજરીમાં જ હત્યા કરી નાખી હતી.

તપન પરમારની સયાજી હૉસ્પિટલમાં હત્યા બાદ પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી છે. કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. બાબરખાન પઠાણને સાથે રાખી સયાજી હોસ્પિટલમાં સમગ્ર બનાવનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું તે સમયે આરોપીએ ફેંકી દીધેલું ચાકુ શોધી કાઢ્યું હતુ.

સસ્પેન્ડ કરાયેલા પોલીસ કર્મચારીઓનાં નામ

સેકન્ડ PI કે.એસ.માણીયા

PSI કે.ડી.પરમાર

ASI મનોજ સોમાભાઈ

ASI પ્રવીણ સેતાજી

અનાર્મ હેડ કોન્સ્ટેબલ જયદિપ જશવંતભાઈ

અનાર્મ હેડ કોન્સ્ટેબલ જયદેવ રમેશભાઈ

અનાર્મ હેડ કોન્સ્ટેબલ અર્જુન ઈશ્વરભાઈ

અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદ ખેમાભાઈ

અનાર્મ લોકરક્ષક રાકેશ નટવરભાઈ

અનાર્મ લોકરક્ષક ભરત રણછોડભાઈ

શું હતી ઘટના ?

વડોદરામાં નજીવી બાબતમાં યુવાનો વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં બે યુવાનને તિક્ષ્ણ હથિયારના ઘા માર્યા હતા. જેથી ઇજા પહોંચતા પૂર્વ કોર્પોરેટરનો પુત્ર હોસ્પિટલ લઇને પહોંચ્યો હતો. આ ઘટનામાં કુખ્યાત બાબરને પણ ઈજા પહોંચી હતી. જેથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ત્યાં પોલીસની હાજરીમાં પૂર્વ કોર્પોરેટરના પુત્ર પર હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તપન પરમારને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી, તેના પર હોસ્પિટલમાં જ હુલમો કરતા તેનું મોત થયું હતુ.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch