Fri,26 April 2024,1:48 am
Print
header

ઓરસંગ નદી કિનારે પુત્રની આંખો સામે જ મગર પિતાને પાણીમાં ખેંચી ગયો, લાપતા આધેડની શોધખોળ

વડોદરાઃ ડભોઇ ગામડી પાસે ઓરસંગ નદીના પાણીમાં ન્હાવા પડેલા એક પિતાને પુત્રની નજર સામે જ મગર પાણીમાં ખેચી ગયો હતો.આ ઘટના બની ત્યારે પુત્ર નદીના કિનારે જ ઉભો હતો. આધેડને મગર પાણીમાં ખેંચી ગયાની જાણ થતા પોલીસ અને ફોરેસ્ટ વિભાગે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ડભોઇ તાલુકાના નિમાન ગામડી ગામ ખાતે રહેતા શનાભાઇ વસાવા ઓરસંગ નદીમાં ન્હાવા ગયા હતા. જેવા તેઓ પાણીમાં ગયા કે મગરે શનાભાઇનો પાણીમાં ખેંચી લીધા હતા. ગામડી ઓરસંગ નદીમાં ત્રણ મગર હોવાની ચર્ચાઓ છે. આ ઘટનાથી ગામના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. વડોદરાની ડિઝાસ્ટર રેસ્ક્યૂ ટીમ અને ડભોઈ વાઇલ્ડ લાઇફ ટીમની મદદથી તેમની શોધખોળ હાથ ધરી છે. 

નોંધનિય છે કે વડોદરાની આસપાસ પહેલા પણ આવી ઘટનાઓ બની છે જેથી લોકોએ તળાવ કે નદીમાં ન્હાવા જતા પહેલા સાવચેતી રાખવી જોઇએ.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch