Tue,16 April 2024,1:14 pm
Print
header

યુવતીનો આપઘાત, પ્રેમીએ દગો કરતા રિવરફ્રન્ટ પર બનાવ્યો વીડિયો, વડોદરા જઇને કર્યો આપઘાત- Gujarat Post

વડોદરાઃ અમદાવાદમાં 25 ફેબ્રુઆરી 2021ના રોજ પતિના ત્રાસથી કંટાળીને આઇશા નામની યુવતીએ રિવરફ્રન્ટ પર વીડિયો બનાવીને આપઘાત કરી લીધો હતો. એવું જ પગલું તાંદલજા વિસ્તારમાં રહેતી નફીસા ખોખરે ભર્યું છે. આ યુવતીને પ્રેમીએ તરછોડતાં અમદાવાદ રિવરફ્રન્ટ પર આત્મહત્યાનો પ્રયાસ કર્યાં બાદ પોતાની વ્યથા ઠાલવતો વીડિયો બનાવ્યો હતો. બાદમાં વડોદરા પરત ફરીને યુવતીએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે, પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહેતી નફીસાને અમદાવાદના શેખ રમીઝ અહેમદે પ્રેમમાં દગો આપ્યો હોવાનો વીડિયો બનાવ્યો હતો.આ યુવતીએ બે વખત આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. અંતે નફીસાએ વડોદરા પરત ફરીને ઘરમાં ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આ બનાવ બાદ યુવતીનાં પરિવારજનોએ વડોદરાના જે.પી.પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

નફીસા વીડિયોમાં કહી રહી છે કે રમીઝ, તુમને મેરે સાથ બહુત બુરા કિયા હૈ, શાદી કા હા કહે કે મુઝે પટાતે રહે, આયે હી નહીં, એ તો ગલત હૈ ના યાર. બહોત ગલત હૈ, એસા નહીં કરના ચાહીએ થા તુમ્હે. જિંદગી મેં મૈંને તુમસે સબસે જ્યાદા પ્યાર કિયા ઔર તુમને મેરે સાથ યે કિયા. મુઝે ઇતના બડા ધોકા દિયા.

મુઝે લગા કી તુમ સબસે અલગ હો, પર તુમ સબકે જૈસે હી હો. તુમ મેં ઔર સબ મેં કોઇ ફરક નહીં હૈ. પુરી દુનિયા કો પતા ચલ જાને કે બાદ ભી તુમને મેરા હાથ નહીં થામા. બહોત બુરે હો તુમ. મુઝે સમજ મેં નહીં આતા. તુમ્હારે ઘરવાલેં ભી કહેતે હૈ હમારા કોઇ કોન્ટેક્ટ નહીં હૈ. તુમ્હે પરસો દેખા થા, વહાં પર, તમ્હારે કપડે સુખે હુએ થે વહાં પર. તુમને કિતની બુરી હાલત કરદી હૈ મેરી. ન ઘર કી રહી, ન ઘાટ કી. ચાર દિનોં સે યહાં ભટક રહી હું. તુમ્હે ઢુંઢ રહી હું. મૈંને તો પુલીસ કો ભી નહીં બતાયા. ત્યારે દિકરીના મોતથી પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ છે. પોલીસ આ વીડિયો જોઇને આગળ તપાસ કરી રહી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch