Fri,19 April 2024,1:31 pm
Print
header

ફરી વિવાદ, કોરોનામાં ખુલ્લા મોઢેં ડાન્સર બની ગયા ભાજપના MLA મધુ શ્રીવાસ્તવ, ભજનમાં કર્યો ડાન્સ

વડોદરાઃ અગાઉ મંદિરના જમીન વિવાદથી માંડીને પત્રકારોને ધમકી આપવાના મુદ્દે વિવાદમાં આવેલા અને ત્યાર પછી ખુદ કોરોનાગ્રસ્ત હોવા છંતા કોરોનાને લઇને લોકોને ગેરમાર્ગે દોરનારા વડોદરાના ભાજપના ધારાસભ્ય મધુશ્રીવાસ્તવ ફરી વિવાદમાં આવ્યાં છે, આ વખતે તેમને ગાજરાવાડી હનુમાન મંદિરમાં ભજન દરમિયાન મોંઢે માસ્ક પહેર્યા વગર ડાન્સ કર્યો છે, આ દરમિયાન તેમની સાથે અન્ય લોકો પણ ઉપસ્થિત હતા. 

વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ એક નેતા તરીકે જવાબદારી નિભાવવી જોઇએ તેની જગ્યાએ તેમને સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરીને અન્ય લોકોના જીવ પણ જોખમમાં મુક્યાં છે તેમ કહી શકાય, વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોને કોરોનાની સ્થિતીમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા અપીલ કરી રહ્યાં છે અને તેમની જ પાર્ટીના નેતાઓ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યાં છે. મધુ શ્રીવાસ્તવનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે, ત્યારે તેમના આ કૃત્યથી લોકોમાં રોષ છે અને તેમની સામે કાર્યવાહીની માંગ થઇ રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch