Fri,26 April 2024,3:01 am
Print
header

વડોદરા સામૂહિક આપઘાત કેસમાં નવો ખુલાસો, જાણો કેમ ભર્યું હતું આપઘાતનું પગલું ?

વડોદરાઃ શહેરમાં સામૂહિક આપઘાતના કેસમાં નવો ખુલાસો થયો છે. પોલીસે બચી ગયેલાં ભાવિન સોનીનું નિવેદન લીધું હતું. ભાવિન સોનીનાં નિવેદનમાં પરિવાર જ્યોતિષીનાં ચક્કરમાં ફસાયો હોવાનું પણ સામે આવ્યું છે. જ્યોતિષીઓએ આ  પરિવાર પાસેથી 32 લાખ રૂપિયા ખંખેર્યા હતા.પરિવારને આર્થિક ભીંસમાંથી બહાર કાઢવાનાં બહાને જ્યોતિષીઓએ નાણાં ખંખેર્યા હતા. જ્યોતિષીઓને કારણે પરિવાર આર્થિક તકલીફમાં મુકાયો હતો. નાણાં ફસાતાં પરિવારે સામૂહિક આત્મહત્યાનો નિર્ણંય કર્યો હતા. 

આ ઘટનામાં અમદાવાદ-વડોદરાનાં 9 જ્યોતિષીઓ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સામૂહિક આત્મહત્યાનો નિર્ણય પરિવારનાં મોભી નરેન્દ્ર સોનીનો હતો 4 વર્ષનાં પૌત્રને દાદા નરેન્દ્ર સોનીએ દવા પીવડાવી હતી. પોલીસે મૃતક નરેન્દ્ર સોની સામે પણ હત્યાનો ગુનો નોંધ્યો છે. પરિવારે સામૂહિક આપઘાત પહેલાં સ્યૂસાઇડ નોટ લખી હતી. સોની પરિવાર પાસેથી ચાર પાનાની સ્યૂસાઇડ નોટ મળી આવી છે. પોલીસે આ સ્યૂસાઇડ નોટને એફએસએલમાં મોકલી છે. ઉલ્લેખનીય છે કે વડોદરામાં એક જ પરિવારના છ સભ્યોએ ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરિવારના છ સભ્યો પૈકી ત્રણ લોકોના મોત નીપજ્યા છે 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch