Thu,25 April 2024,1:49 pm
Print
header

વડોદરાની ગ્લેમરસ યુવતીએ પોતે જ પોતાની સાથે આત્મ-વિવાહ કરવાની જાહેરાત કરતા વિવાદ- Gujarat post

ગુજરાતમાં સ્વયંવિવાહની વાતનો આ પ્રથમ કિસ્સો 

11મી જૂને શમા બિંદુ હિન્દુ રિતી-રિવાજ પ્રમાણે પોતાની સાથે જ લગ્નગ્રંથીએ જોડાશે

વડોદરાઃ શમા બિંદુએ પોતે જ પોતાની સાથે લગ્ન કરવાની જાહેરાત કરતા સમગ્ર દેશમાં ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે.શમા લગ્ન કરવા જઈ રહી છે પરંતુ આ લગ્નની ખાસ વાત એ છે કે, તેમાં કોઈ વરરાજા નહીં હોય ! સમા લગ્ન કરશે પરંતુ પોતાની જાત સાથે જ. ગુજરાતમાં સ્વયંવિવાહનો આ પ્રથમ કિસ્સો છે. 11મી જૂને શમા બિંદુ હિન્દુ રિતીરિવાજ પ્રમાણે પોતાની સાથે જ લગ્નગ્રંથીએ જોડાશે. જેના માટે તેના માતા-પિતાએ પણ મંજૂરી આપી છે. એટલું જ નહીં શમા હનિમૂનમાં પણ જશે. હનિમૂન માટે તેણે ગોવા પસંદ કર્યું છે.આ લગ્ન ગુજરાતના પહેલા આત્મ-વિવાહ કહેવામાં આવી રહ્યાં છે. શમાના સોશિયલ મીડિયા પર કેટલાક હટકે ફોટો વાયરલ છે, જેમાં તે બોલિવૂડની કોઈ એક્ટ્રેસ કે મોડલને ટક્કર આપે તેવી લાગી રહી છે.

પ્રાઇવેટ ફર્મમાં નોકરી કરતી શમા કહે છે કે નાનપણમાં જ મને વિચાર આવ્યો હતો હતો કે મારી પોતાની સાથે જ લગ્ન કરવા છે, હવે તે સપનું હું સાકાર કરવા જઇ રહી છું. લોકો આ પ્રકારના લગ્નને અયોગ્ય માની શકે છે, પરંતુ હું કહેવા માગું છું કે મહિલાનું પણ મહત્વ હોય છે. તે એ વ્યક્તિ સાથે લગ્ન કરે છે, જેને તે પ્રેમ કરે છે. હું પોતાને જ પ્રેમ કરું છું, જેથી હું આત્મ-વિવાહ કરવા જઇ રહી છું.

મારા મિત્રો, સંબંધીઓ અને સહકર્મી સાથે રહેશે. માતા-પિતા વીડિયો કોલિંગથી હાજર રહેશે, પણ વરરાજા નહીં હોય, હું જાતે જ સિંદૂર લગાવીશ. હું ફેરા એકલી જ લઇશ. વરમાળા એક જ હશે. પંડિત શોધવામાં ખૂબ જ મુશ્કેલી પડી હતી. 25 લોકોને ફોન કર્યાં પછી એક પંડિત મળ્યાં છે. તેમને પણ અડધો કલાક બેસીને સમજાવવા પડ્યા હતા. હવે તેઓ લગ્ન કરાવવા તૈયાર થઈ ગયા છે. વેબસિરીઝ જોઇને પોતાની સાથે લગ્ન કરવાની પ્રેરણા મળી હતી.

વડોદરા શહેર ભાજપ ઉપપ્રમુખ અને પૂર્વ ડેપ્યુટી મેયર સુનિતાબેન શુક્લએ કહ્યું છે કે, શમાએ આત્મવિવાહ માટે જે જગ્યા પસંદ કરી તે યોગ્ય નથી. 11 જૂને યુવતીના લગ્ન હરિ હરેશ્વર મહાદેવમાં નહીં થવા દઉ.સાથે જ વડોદરા શહેરના કોઇ પણ મંદિરમાં પણ તેના લગ્ન નહીં થવા દઉં. આ લગ્ન ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મની વિરૂદ્ઘ છે.જો તેના લગ્ન કરવા હોય તો કોઇ મેરેજ હોલ, બેન્કવેટ કે વિદેશ જઇને કરે, પણ મંદિરમાં તો નહીં જ. ત્યારે આગામી દિવસોમાં આ વિવાદ વધશે તે નક્કિ છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch