Sat,20 April 2024,2:53 pm
Print
header

વડોદરા ગેંગરેપ - આપઘાત કેસઃ વેક્સિન ગ્રાઉન્ડ પાસેથી પીડિતાની ગુમ સાઇકલ અને સિક્યુરિટી ગાર્ડ ઝડપાયો

મલ્હાર પોઇન્ટ પર બંધ બંગલામાં આસોપાલવના ઝાડ નીચે ટાયર કાઢીને સાઇકલ સંતાડી હતી

વડોદરાઃ દુષ્કર્મ કેસમાં પીડિતાની ગુમ થયેલી સાઇકલને શોધવામાં રેલવે એલસીબીની ટીમને મોટી સફળતા મળી હતી. ટીમે મલ્હાર પોઇન્ટ પાસેની સોસાયટીમાં રહેતા સિક્યુરિટી ગાર્ડને પીડિતાની સાઇકલ સાથે ઝડપી લીધો છે, તેની ખરાઇ કરાવતાં તે પીડિતાની સાઇકલ હોવાનું સામે આવ્યું હતું. સિક્યુરિટી ગાર્ડ પાસેથી દુષ્કર્મીઓ વિશે માહિતી મળી શકે છે.સિક્યુરિટી ગાર્ડની અટકાયત કરી તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

એલસીબીની ટીમે ઓપી રોડ પર મલ્હાર પોઇન્ટથી ડાબી તરફ જતા ગેઇલની ઓફિસની બાજુમાં આવેલી સોસાયટીના બંધ બંગલામાં આસોપાલવના ઝાડ નીચે કચરાના ઢગલામાં પીડિતાની સાઇકલ છુપાવેલી મળી છે, તપાસમાં બંગલોની પાસેના મકાનમાં પરિવાર સાથે રહેતા અને એટલાન્ટીસ બિલ્ડીંગમાં સિક્યોરીટી ગાર્ડ તરીકે કામ કરતા મહેશ રાઠવાની સંડોવણી જણાઇ આવતાં પોલીસે મહેશને ઝડપી લીધો છે. 

સિક્યુરિટી ગાર્ડે મહેશની પૂછપરછમાં જણાવ્યું કે તેને વેક્સિન મેદાન પાસેથી આ સાઇકલ મળી હતી, ત્યારબાદ તેણે આ બંધ બંગલાના આસોપાલવના ઝાડ નીચે કચરાના ઢગલા નીચે છુપાવી દીધી હતી ટાયર કાઢી નાંખ્યા હતા. સિક્યોરીટી ગાર્ડ મહેશ રાઠવાની પૂછપરછ કરતા મોટા ખુલાસા થઇ શકે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch