Fri,19 April 2024,12:18 pm
Print
header

નરાધમનું નિમ્ન કૃત્ય, યુવતીને છાતી અને પેઢા પર મુક્કા-લાતો મારીને દુષ્કર્મ આચર્યું

યુવતી અને અશોક જૈનના બેડરૂમના ફૂટેજ આવ્યાં સામે 

 

વડોદરાઃ પાવાગઢ મંદિરના ટ્રસ્ટી રાજુ ભટ્ટ અને સીએ અશોક જૈન સામે થયેલા દુષ્કર્મ કેસની તપાસ ક્રાઇમ બ્રાંચ કરી રહી છે.  ક્રાઇમ બ્રાંચની ઓફિસમાં પીડિતાનું ત્રણ કલાક સુધી નિવેદન લેવાયું હતું. યુવતીને છાતી અને પેઢા ઉપર મુક્કા અને લાતો મારી નરાધમોએ દુષ્કર્મ આચર્યું હતું. નરાધમો  યુવતીને શારિરીક સંબંધ બનાવવા દબાણ કરીને માર મારતા હતા,પીડિતાના શરીર પર હજુ તેના નિશાન છે.

કાઉન્સિલરે જણાવ્યું કે રાજુ ભટ્ટ દુષ્કર્મ આચરતા પહેલા પીડિતાને બે-ત્રણ લાફા માર્યાં બાદ વાળથી પકડીને ઘસડીને બેડરૂમમાં લઈ ગયો હતો, તેના પેઢામાં લાત વાગતા હજુ પણ બ્લડીંગ થઇ રહ્યું છે. તેનેે મુક્કા મારવામાં આવ્યાં હતા, પીડિતા પર બે થી ત્રણ વખત દુષ્કર્મ કરવામાં આવ્યું છે. પીડિતા પર દુષ્કર્મ ગુજાર્યા બાદ તેને ગોળી મારવાની ધમકી આપવામાં આવી હતી.

યુવતી પર થયેલા દુષ્કર્મમાં તેના બેડરૂમમાં રાજુ ભટ્ટ અને સીએ અશોક જૈનની તસવીરો પુરાવા રૂપે પોલીસને સોંપાઇ છે. યુવતીએ જણાવ્યું છે કે અશોક જૈને એસીના પ્લગમાં સ્પાય કેમેરો લગાવ્યો હતો. પોલીસ આ મુદ્દા પર તપાસ કરી રહી છે. રાજુ ભટ્ટ અને અશોક જૈને પોતે એક સાથે કોઈ સ્થળ પર હોય અથવા પીડિતા સાથે દેખાયા હોય તેવી જગ્યાઓ પર સીસીટીવીના ફૂટેજ ડિલીટ કરાવી દેવા માટે પોતાના માણસોને એક્ટિવ કર્યાં હતા.

24 વર્ષીય યુવતી પર દુષ્કર્મ આચરનાર નરાધમો રાજુ ભટ્ટ અને અશોક જૈન સામે ગોત્રી પોલીસ પાસેથી તપાસ આંચકી લીધા બાદ ક્રાઇમ બ્રાંચે પ્રાથમિક તપાસ હાથ ધરી છે. પોલીસે અશોક જૈનના પુત્રની મોડી રાતે પૂછપરછ કરી હતી. રાજુ ભટ્ટ બળજબરીથી યુવતી સાથે દુષ્કર્મ કરતો હોવાની તસવીર પણ છે, બંને આરોપીઓ વિદેશ ભાગી ગયા હોવાની શંકાને આધારે ક્રાઈમ બ્રાંચે એરપોર્ટ ઓથોરીટીને જાણ કરીને આરોપીઓના ફોટો મોકલી આપ્યાં છે. ક્રાઈમ બ્રાંચે આરોપીઓને પકડવા માટે 5 ટીમો બનાવી છે. જેમાં 3 ટીમો શુક્રવાર સવારથી જ આરોપીઓના આશ્રયસ્થાનો પર દરોડા પાડવાની કામગીરી કરી હતી.

વિરલગીરી ગોસ્વામીએ મહાકાળી મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી રાજુ ભટ્ટ, તેના મળતિયાઓએ મંદિરની 579 કીલો ચાંદી ગાળવા માટે આપ્યાં બાદ માત્ર 122 કીલો ચાંદી જ પરત આવતા જે તે સમયે પોલીસમાં અરજી કરી હતી. રાજુ ભટ્ટ, પરેશ પટેલ અને જીજ્ઞેશ ભટ્ટ સામે કાર્યવાહી કરવા માટે પોલીસમાં અરજી આપી હતી. હાઇકોર્ટે પણ પિટીશનની સુનાવણી બાદ સીઆઇડી ક્રાઇમને સમગ્ર કેસની તપાસ મામલે આદેશ કર્યો હતો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch