વડોદરામાં ગરબામાં ગાયક અતુલ પુરોહીતના ગરબાએ ધૂમ મચાવી
ખેલૈયાઓ ગરબાના તાલે ઘૂમ્યાં
નવરાત્રી એ મા જગદંબાની આરાધનાનો પર્વ
વડોદરાઃ નવરાત્રીના મહાપર્વની ધૂમ મચી છે. ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઘૂમી રહ્યાં છે. તેમાં પણ ખાસ કરીને મહાનગરોના ગરબા લોકોનું મન મોહી રહ્યાં છે. ગુજરાતના ગરબાએ માત્ર ગુજરાતીઓને જ નહીં પરંતુ વિદેશીઓને પણ ઘેલું લગાડ્યું છે. દર વર્ષે અમદાવાદ, સુરત, વડોદરા જેવા મહાનગરોમાં વિદેશી સહેલાણીઓ ગરબાની મોજ માણવા ગુજરાતમાં આવતા હોય છે. ગુજરાતના સૌથી મોટા ગરબા તરીકે પ્રખ્યાત વડોદરામાં યુનાઈટેડ વે ગરબાનો ડ્રોન કેમેરા દ્વારા નજારો કેદ કરાયો હતો.
વડોદરાના સૌથી મોટા યુનાઈટેડ વે ગરબામાં સાતમા નોરતે 40 હજારથી વધુ ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા. ખેલૈયાઓ ટ્રેડીશનલ આઉટફીટમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. રંગબેરંગી વસ્ત્રોથી સજ્જ થઈને ખેલૈયાઓ મન મૂકીને મેદાનમાં ઝૂમતા નજરે પડ્યા હતા. અર્વાચીન ગરબાની પરંપરામાં ખેલૈયાઓ ગ્રુપમાં ગરબાના સ્ટેપ કરતા જોવા મળ્યાં હતા. ડ્રોન વીડિયોમાં અદ્ભૂત નજારો જોવા મળ્યો હતો.
વડોદરામાં ગાયક અતુલ પુરોહીતના ગરબાએ એવું ઘેલુ લગાડ્યું હતું કે તમામ લોકો ગરબાના તાલે ઘૂમ્યા હતા. નવરાત્રીએ મા જગદંબાની આરાધનાનો પર્વ છે. પ્રાચીન ગરબાની પરંપરામાં લોકો દ્વારા અર્વાચીન પરંપરાનું અદ્ભૂત મિશ્રણ જોવા મળી રહ્યું છે. ટ્રેડીશનલ લૂકમાં જોવા મળતા ખેલૈયાઓથી એ પુરવાર થાય છે કે પોતાના કલ્ચર પ્રત્યે આધુનિક પેઢી એટલી જ સજાગ છે જેટલી પહેલાના ગરબામાં હતી.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
ચૂંટણીના માહોલ વચ્ચે રાજ્યમાં IPS અધિકારીઓને મળી નવી જવાબદારી, આ રહ્યું આખું લિસ્ટ | 2024-04-25 19:41:51
પાકિસ્તાનની આર્થિક સ્થિતી ભયંકર રીતે બગડી...વેપારી સંગઠનોએ કહ્યું ભારત સાથે સંબંધો સુધારવા જરૂરી | 2024-04-25 17:14:32
સપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે કન્નૌજથી નોંધાવી ઉમેદવારી- Gujarat Post | 2024-04-25 09:56:21
હવે ગૃહમંત્રાલયનો નકલી અધિકારી ઝડપાયો, પોલીસે એન્જિનિયરની કરી ધરપકડ | 2024-04-25 09:27:03
રાંચીમાં બર્ડ ફ્લૂનો કહેર, તપાસમાં પુષ્ટિ થયા બાદ 2196 પક્ષીઓનાં મોત | 2024-04-25 09:05:28
નિલેશ કુંભાણી આખરે પરિવાર સાથે ક્યાં છુપાયા છે ? જાણો સૌથી મોટા સમાચાર- Gujarat Post | 2024-04-24 21:56:55
ગુજરાતની આ લોકસભા બેઠક પરના કોંગ્રેસના ડમી ઉમેદવારે પાર્ટી છોડી દીધી, તેમના પત્નીનું પણ રાજીનામું- Gujarat Post | 2024-04-24 21:51:35
ACB ટ્રેપ- ક્લાસ-2 ડ્રગ્સ ઇન્સ્પેક્ટર આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાઇ ગયા, અમદાવાદનો બનાવ | 2024-04-24 21:42:11
વડોદરા લોકસભા વિવાદ, વિરોધ બાદ ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાની ના પાડી | 2024-03-23 10:59:10
પહેલા ખુલ્લો વિરોધ, હવે ગુમનામ પોસ્ટર્સ, વડોદરામાં ભાજપના ઉમેદવાર રંજનબેન સામે વધી રહ્યો છે આક્રોશ | 2024-03-21 09:25:08
પ્રેમનો કરુણ અંજામ, હાલોલના રામેશરા ગામ પાસે કેનાલમાંથી સગીર પ્રેમી પંખીડાના મૃતદેહ મળ્યાં- Gujarat Post | 2024-03-20 11:01:31
ભાજપમાં પણ વિવાદો તો છે જ....ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપીને પાછું ખેંચી લીધું | 2024-03-19 10:52:53
વડોદરામાં ગટરના પાણીના વહેણમાંથી મહિલાની લાશ મળતાં ચકચાર- Gujarat Post | 2024-03-16 11:33:43