Thu,25 April 2024,11:19 am
Print
header

ચૌધરી દંપત્તિની પૂછપરછમાં થશે અનેક ઘટસ્ફોટ, અગાઉના પેપરો ફોડવામાં પણ મોટી ભૂમિકાની આશંકા

વડોદરાઃ સ્ટેકવાઇઝ ટેક્નોલોજીના ડાયરેકટર ભાસ્કર ચૌધરી અને તેની પત્ની રિદ્ધિ ચૌધરીની ATSએ ધરપકડ કરી લીધી છે, જેઓએ રાત્રે પેપર ફોડી નાખ્યું હતુ, જુનિયર ક્લાર્કનું આ પેપર તેલંગાણાથી કંઇ રીતે લવાયું તે મામલે અનેક રાજ્યોમાં એટીએસે તપાસ હાથ ધરી છે. આ દંપત્તિ મૂળ બિહારનું છે અને ગુજરાતમાં પેપરો ફોડીને લાખો ઉમેદવારોનું ભાવિ ખરાબ કરી રહ્યું છે.

રાત્રે જ તેમના ક્લાસિસમાં એટીએસની ટીમ પહોંચી ગઇ હતી, પકડાયેલા 10 લોકો ગુજરાત બહારના છે અને 5 ગુજરાતીઓ છે, જેમની તપાસમાં હજુ અનેક મોટા માથાઓના નામ સામે આવશે. ભાસ્કરનું નામ પહેલા પણ પેપરકાંડમાં આવી ચુક્યું છે. 

અગાઉ ઉર્જા વિભાગની પરીક્ષામાં પણ ભાસ્કરે આવી રીતે લાખો રૂપિયા લઇને પેપરો વેચ્યાં હોવાની ચર્ચા છે, આ મામલે જો તપાસ થાય તો પેપર ફોડ ગેંગના અન્ય લોકો જેલના સળિયા પાછળ ધકેલાઇ જાય તેમ છે.

બીજી તરફ પરીક્ષા રદ્ થતા ઉમેદવારોમાં જોરદાર રોષ છે, રાજ્ય સરકારે તપાસ માટે કમિટી બનાવી છે, જેમાં 
ATS, પંચાયત સેવા બોર્ડ અને ગૃહ વિભાગ સંયુક્ત તપાસ કરશે.સીએમ ભૂપેન્દ્ર પટેલે આ મામલે તાત્કાલિક બેઠક બોલાવીને આરોપીઓ સામે કડક કાર્યવાહીના સંકેત આપ્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch