Sat,20 April 2024,11:51 am
Print
header

બાગેશ્વરધામના બાબા વડોદરામાં, લક્ઝુરિયસ લક્ષ્મીનારાયણ રિસોર્ટમાં કરાયું ભવ્ય સ્વાગત

વડોદરાઃ બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર નવલખી મેદાનમાં યોજાશે. બાબા લક્ઝુરિયસ લક્ષ્મી નારાયણ રિસોર્ટ ખાતે પહોંચ્યાં હતાં, ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. સાંજે 5 વાગ્યાથી નવલખી મેદાન ખાતે તેઓનો દિવ્ય દરબાર શરૂ થશે. પૂજા બાદ ધારાસભ્ય સહિતના અગ્રણીઓ સાથે મુલાકાત કરશે. આ કાર્યક્રમમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. વડોદરાના લક્ષ્મીનારાયણ ક્લાબેન રિસોર્ટ ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીને મળવા માટે ભક્તો પહોંચી રહ્યા છે. ઉદ્યોગપતિ શિવલાલ ગોયલ બાબાને મળવા માટે લક્ષ્મીનારાયણ રિસોર્ટમાં પહોંચ્યાં હતા.

લક્ષ્મીનારાયણ ક્લબ એન્ડ રિસોર્ટમાં બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી રાત્રિ રોકાણ કરે એવી પણ શક્યતા છે. બાબાને રોકાવા માટે લક્ષ્મીનારાયણ રિસોર્ટમાં વિશેષ સુવિધાઓ ઊભી કરાઇ છે. આયોજકોની તૈયારી અનુસાર સામાન્ય લોકો જ આ દરબારમાં આવવાના છે અને બાબા તેમને આશીર્વાદ આપશે. 400થી 500 સ્વયંસેવક આયોજનમાં જોડાયેલા છે. બે લાખથી વધુ લોકો આ દરબારમાં ઉપસ્થિત રહેશે તેવી શક્યતા છે.

આ કાર્યક્રમમાં કોઈ અઇચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો લોખંડી બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે. ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓમાં 3 ડી.સી.પી, 7 એ.સી.પી, 15 પી.આઈ, 30 પી.એસ.આઈ સહિત 500 પોલીસકર્મીઓનો બંદોબસ્તમાં જોડાશે. આ સાથે 200 જેટલા હોમગાર્ડ પણ ફરજ બજાવશે.દિવ્ય દરબારના કાર્યક્રમમાં સિનિયર સિટિઝનને બેસવા માટે કોઈપણ અગવડ ન પડે એ માટે અગાઉથી જ રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને લઈ હાલમાં રજિસ્ટ્રેશન બંધ કરવામાં આવ્યું છે. હાલ સુધીમાં સિનિયર સિટિઝન દ્વારા 20 હજારથી પણ વધુનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે, જે તમામ માટે ખુરસીમાં બેઠક વ્યવસ્થા કરવામાં આવશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch