Tue,17 June 2025,9:16 am
Print
header

લોનના ચક્કરમાં ફસાઈ મહિલા, મજબૂરીનો લાભ લઇ કેફી પીણું પીવડાવીને આચર્યુ દુષ્કર્મ- Gujarat Post

  • Published By
  • 2024-08-06 10:22:57
  • /

આરોપીએ બાળકને ઉઠાવી જવાની આપી ધમકી

પરિણીતાના પતિના ટાંટિયા તોડી નાંખવાની ધમકી આપી

ફફડી ઉઠેલી પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી

Vadodara Crime News: વડોદરામાં લોનના ચક્કરમાં એક મહિલાને ફસાવીને ત્રિપુટીએ મહિલાની મજબૂરીનો લાભ લઇને સયાજીગંજ અને ફતેગંજની ઓફિસોમાં બળાત્કાર ગુજારતાં પીડિતાએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસના જણાવ્યાં પ્રમાણે,પાંચેક વર્ષના સમયગાળા દરમિયાન ત્રણ આરોપીઓએ મહિલાને નામે લોન લીધા બાદ આ રકમ તેની પાસેથી ઉપાડીને બીજા લોકોને આપી હતી. ત્યારબાદ મહિલાની મજબૂરીનો લાભ ઉઠાવીને રાજેશ અગ્રવાલે તેને કેફી પીણું પીવડાવી બળાત્કાર ગુજાર્યો હતો.

આ મહિલાને ગર્ભ રહી ગયો હતો. આરોપીએ ત્યારબાદ રૂપિયા નહીં ભરે તો બાળકને ઉઠાવી જવાની અને પતિના ટાંટિયા તોડી નાંખવાની ધમકી આપી હતી.

આવી જ રીતે વિક્રાંત દિક્ષિતે પણ તેની પાસે નાણાંની માંગણી કરી બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે,પ્રજ્ઞોશ દવેએ રાજેશની વાતોમાં આવી જઇ આવી જ રીતે પહેલાં મદદના નામે સબંધ કેળવ્યાં અને ત્યારબાદ લોનના નાણાં પડાવીને બળાત્કાર ગુજાર્યો હતો. મહિલાની ફરિયાદના આધારે પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો અને પ્રજ્ઞોશ દવેની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch