Fri,19 April 2024,5:13 am
Print
header

દુષ્કર્મ કેસઃ પાવાગઢ મંદિરના પૂર્વ ટ્રસ્ટી રાજુ ભટ્ટ અને અશોક જૈનની શોધખોળ તેજ

વડોદરાઃ બળાત્કાર કેસમાં રાજુ ભટ્ટ ક્રાઇમ બ્રાંચમાં હાજર થયો હોવાની ચર્ચાઓ હતી પરંતુ હજુ સુધી રાજુ ભટ્ટ અને અશોક જૈન ફરાર જ છે. હાઇપ્રોફાઇલ દુષ્કર્મ કેસમાં પીડિત યુવતીની પૂછપરછ બાદ અનેક પુરાવા ક્રાઇમ બ્રાન્ચને હાથે લાગ્યા છે. જેમાં બેડરૂમના કેમેરાના ફૂટેજ પણ છે. જેને આધારે ક્રાઇમ બ્રાન્ચે આ તપાસ હાથ ધરી છે.

આરોપી અશોક જૈન અને રાજુ ભટ્ટે યુવતીને ખુબ માર માર્યો હતો, તેને ઢસડીને રૂમમાં લઇ જઇને તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતુ નોકરી સહિતની અનેક લાલચ આપીને યુવતી સાથે દુષ્કર્મ કર્યું હતુ 

શું છે મામલો ?

દિવાળીપુરા વિસ્તારમાં રહેતી 24 વર્ષીય યુવતી શહેરની ખાનગી યુનવર્સિટીમાં એલએલબીનો અભ્યાસ કરે છે તે મૂળ હરિયાણાના રોહતકની વતની છે. યુવતીનો પ્રથમ વર્ષનો અભ્યાસ પૂર્ણ થતાં તાલીમ અર્થે ચકલી સર્કલ સ્થિત એક કંપની ખાતે લેન્ડ લો ટ્રેનીંગ પ્રોજેક્ટમાં 5 મહિનાથી કામ શરૂ કર્યું હતુ. કંપનીના માલિક C.A અશોકે એક મહિના પહેલા ઇન્વેસ્ટર રાજુ ભટ્ટ સાથે મીટિંગ કરવાની કહીને યુવતીને પોતાની કારમાં વાસણા રોડ પર ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો.જ્યાં પહેલાથી હાજર રાજુ ભટ્ટ સાથે યુવતી અને અશોક જૈને મીટિંગ કરી હતી. બાદમાં નશાયુક્ત પીણુ લાવીને યુવતીને પીવડાવી દીધું હતું. યુવતીને માર મારી તેની ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટનાના પાંચ દિવસ બાદ અશોક જૈને યુવતીને ફોન કરીને એક ડીલ કરવાની છે કહીને ઓફિસે બોલાવી હતી. અશોકે કહ્યું કે જે કંઈ પણ થયું છે તે ભૂલી જા અને સહારા ઇન્ડસ્ટ્રીઝની જે ડીલ છે તેમાં જે કંઈ પણ ફાયદો થશે તેમાં તને 50 ટકા ભાગ આપીશું, રિયલ એસ્ટેટની કંપની ચાલુ કરવાની છે. તેમાં CEOની પોસ્ટ આપવાની લાલચ આપી ફરિયાદ ન કરવા જણાવ્યું હતું.

ત્રણ દિવસ પછી અશોકે યુવતીના ઘરે જઇને મારામારી કરીને શારીરક સંબંધ બાંધ્યો હતો. યુવતીને પોતાની હવસનો શિકાર કર્યાં બાદ અશોકે ઇન્વેસ્ટર રાજુ સાથે પણ સંબંધ બાંધી તેને ખુશ કરી દે તેમ જણાવી ત્યાંથી જતો રહ્યો હતો.બીજા દિવસે ઇન્વેસ્ટર રાજુ યુવતીના ઘરે પહોંચ્યો હતો યુવતીને માર મારી તેની ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. જેનું રાજુએ રેકોર્ડિંગ કરી વાઇરલ કરી બદનામ કરી નાખવાની ધમકી આપી હતી. અશોકે પોતાના મોબાઈલમાં રહેલા પોતાના અને રાજુ સાથેના યુવતીના બીભત્સ ફોટો બતાવીને જો હું કહું છું તેમ નહીં કરે તો આ ફોટો અને વીડિયો વાઇરલ કરી દેવાની ધમકી આપી હતી.

બાદમાં યુવતીના બિભત્સ ફોટો યુવતીની મિત્રને મોકલતા પીડિતાએ ગોત્રી પોલીસ મથકમાં કંપનીના માલિક અશોક જૈન અને ઇન્વેસ્ટર રાજુ ભટ્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch