Fri,19 April 2024,12:41 am
Print
header

વડોદરામાં BJP યુવા નેતા રૂશાંત શાહ સહિત 11 નબીરા જુગાર રમતા ઝડપાઇ ગયા

વડોદરાઃ શહેરના અમિતનગર સર્કલ પાસે આવેલા વામા ડુપ્લેક્ષમાં જુગારધામ પર પોલીસે મોડી રાત્રે દરોડા પાડ્યા હતા. પોલીસે મકાન માલિક અને વડોદરા શહેર યુવા ભાજપના નેતા સહિત 11 જુગારીયાઓને 75 હજાર રૂપિયા અને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. મોડી રાત્રે જુગાર રમતા ખાનદાની નબીરા ઝડપાયા છે. શ્રાવણ માસમાં વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં રમાઇ રહેલા જુગારધામ પર પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. કારેલીબાગ અમિતનગર સર્કલ પાસે વામા ડુપ્લેક્ષના મકાન નંબર- 8 માં જુગાર રમાતો હોવાની બાતમી પોલીસને મળી હતી. પોલીસે તપાસ કરીને દરોડા પાડતા 11 યુવાનો જુગાર રમતા ઝડપાયા છે.

આરોપીઓનાં નામ 

1. સ્નેહલ ભાસ્કર શાહ,મકાન માલિક

2. રૂશાંત ધર્મેશ શાહ (શહેર યુવા ભાજપ મંત્રી)  

3. દિપ મહેશ પટેલ

4. હર્ષ દિલીપસિંહ રાઠોડ

5. પૂર્ણાક જયેન્દ્રકુમાર ખાચર

6. ઉત્સવ પરેશ શાહ

7. શરત પન્નાલાલ ચોક્સી

8. ધર્મેશ ધીરજભાઇ બાથાણી

9. રાજેશ વસંતભાઇ પટેલ

10. પ્રિયમ શાંતિલાલ શાહ

11. આશિષ પ્રકાશ ઠક્કર

પોલીસે આ બનાવમાં જુગારના દાવ પરથી રૂપિયા 59,950 તેમજ અંગજડતી કરીને રૂપિયા 15,780 મળીને કુલ રૂપિયા 75,730 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. મોડી રાત્રે પોલીસે વામા ડુપ્લેક્ષમાં દરોડા પાડીને જુગાર રમતા 11 ખાનદાની નબીરાઓને ઝડપી પાડતા ચકચાર મચી છે. કારણ કે આ જુગારીઓમાં ભાજપનો નેતા પણ છે.  પોલીસે તમામ સામે ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. નોંધનિય છે કે અગાઉ પણ ભાજપના નેતાઓ દારૂ અને જુગાર  જેવા ગોરખધંધામાં ઝડપાઇ ચુક્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch