Fri,26 April 2024,1:42 am
Print
header

એક તરફ લોકો કોરોનાથી મરી રહ્યાં છે બીજી તરફ ભાજપના નેતા પાર્ટીમાં મસ્ત !

વડોદરાઃ રાજ્યમાં કોરોના વાઇરસથી ગંભીર સ્થિતિ છે ખાસ કરીને ભાજપ જેવી પાર્ટીઓએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રેલીઓ કરી અને કોરોનાએ ઉથલો માર્યો છે અને હજુ પણ આ નેતાઓ સુધરવાનું નામ નથી લઇ રહ્યાં, એક તરફ લોકો કોરોનાથી મરી રહ્યાં છે અને બીજી તરફ આ નેતાઓ પાર્ટીઓમાં મસ્ત છે. તેઓને જનતાની જરા પણ પડી નથી તેવું દેખાઇ રહ્યું છે. 

વડોદરા ભાજપના નેતા અશ્વિન પટેલની બર્થ ડે પાર્ટીનું આયોજન કરાયું હતુ જ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના નિયમો નેવે મુક્યાં હતા. મુખ્યમંત્રી વિજય રુપાણીએ હાઇકોર્ટના તમામ સુચનોને આવકારીને નવી ગાઇડલાઇન જાહેર કરી હતી જેમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે કોઇ એવી ઉજવણી ન કરવી જ્યાં કોરોનાના નિયમો નેવે મુકાતા હોય તેમ છંતા તેમની પાર્ટીના લોકો માનવા તૈયાર નથી. વડોદરા ભાજપના પ્રમુખ અશ્વિન પટેલના જન્મદિવસની ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં તે કેક કાપતા દેખાઇ રહ્યાં છે. ત્યારે જનતામાં આવા નેતાઓ સામે રોષ વ્યાપી ગયો છે. આવા નેતાઓ સામે પોલીસ કાર્યવાહીની માંગ કરાઇ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch