Fri,19 April 2024,7:11 am
Print
header

વડોદરાઃ એક્ટિવા પર પરીક્ષા આપવા જતા 3 વિધાર્થીઓ ડમ્પરના ટાયરમાં ફસાયા, એક વિદ્યાર્થિનીનું મોત- Gujarat Post

વડોદરાઃ વાઘોડિયા નજીક એક્ટિવા પર સવાર 3 વિદ્યાર્થીઓને ઝડપથી જઇ રહેલા ડમ્પરે અડફેટે લીધા હતા,ત્રણેય વિદ્યાર્થીઓ એક્ટિવા સાથે ડમ્પરના પાછળના ટાયરમાં ફસાઈ ગયા હતા. અકસ્માતમાં એક વિદ્યાર્થિનીનું મોત થઇ ગયું છે.અન્ય બે  વિદ્યાર્થીઓને ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાવની જાણ થતા વાઘોડિયા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી, ડમ્પર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વલસાડ પવનપુત્ર બંગલોની મૂળ રહેવાસી ઈશા નરેન્દ્રભાઈ રાણા વડોદરાની ખાનગી કોલજમાં એરોનોટિકલ ડિપ્લોમાંના ફર્સ્ટ સેમેસ્ટરમાં અભ્યાસ કરતી હતી.ઇશા અને તેની સાથે અભ્યાસ કરતો મિત્ર વાજીદઅલી હૈદરઅલી શેખ અને ખુશી અમરીશસિહ વિહોલ પરીક્ષા આપવા એક્ટિવા પર કોલેજમાં જઇ રહ્યાં હતા. અલવા ગામ તરફથી આવી રહેલા ડમ્પરે એક્ટિવા પર જઇ રહેલા વિદ્યાર્થીઓને અડફેટે લીધા હતા.

ત્રણેય વિધાર્થીઓ ડમ્પરના પાછળના વ્હીલમાં ફસાઈ ગયા હતા. જ્યાં ઈશા રાણાનું સ્થળ પર મોત થયું હતું. વાજીદ અલી અને ખુશીને ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયા હતા.આ ઘટનાની જાણ સ્થાનિકો અને કોલેજના વિદ્યાર્થીઓ થતા ટોળે ટોળાં ઉમટી પડ્યા હતા.  પરિવારજનોને બનાવની જાણ થતાં તેઓ સ્થળ પર દોડી આવ્યાં હતા. વાઘોડિયા પોલીસે ડમ્પર ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch