Thu,12 March 2026,10:40 am
Print
header

વડોદરામાં માતાજીના ગરબામાં ખુલ્લેઆમ લિપકિસનો નજારો, લોકોમાં જોરદાર રોષ

  • Published By Mahesh patel
  • 2025-09-26 20:12:25
  • /

વડોદરાઃ જે નવરાત્રીમાં મા અંબેની પૂજા અર્ચના થાય છે તે જ ગરબામાં જાહેરમાં અશ્વિલતા જોવા મળી, અને તેનો વીડિયો પણ વાઇરલ થયો છે. સંસ્કારી નગરી ગણાતી વડોદરાનો આ બનાવ છે, જ્યાં યુનાઇટેડ વે વડોદરાના ગરબામાં એક યુગલે જાહેરમાં લીપકિસ કરી અને તેનો વીડિયો પણ બનાવ્યો.

રાતના સમયે જ્યારે ગરબા રમવા ખેલૈયાઓ થનગની રહ્યાં હતા, ત્યારે ગ્રાઉન્ડ પર હાજર એક યુગલે અશ્લીલ હરકત કરતા આસપાસ ઉભા  ખેલૈયાઓ શરમમાં મુકાઈ ગયા હતા.

વડોદરાના એડવોકેટ ભાવિન વ્યાસે યુવક યુવતી વિરુદ્ધ અરજી આપતા જણાવ્યું કે વાયરલ વીડિયોમાં જે યુગલ દેખાઈ રહ્યું છે તે રુચિ પટેલ અને પ્રતિક પટેલ છે, આ યુગલ વડોદરાના સમા સાવલી રોડ પર રહે છે. તેમની વિરૂદ્ધ BNS કલમ 296, 353 હેઠળ ગુનો નોંધવા માંગ કરાઇ છે, એડવોકેટે પોલીસમાં અરજી આપી છે, બીજી તરફ હિન્દુ સંગઠનો આ બનાવ બાદ રોષમાં છે અને તેમને આ કપલ સામે કાર્યવાહીની માંગ કરી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch