Fri,28 March 2025,12:51 am
Print
header

મહાકુંભમાં જતા શ્રદ્ધાળુઓનો મિર્ઝાપુર-પ્રયાગરાજ હાઈવે પર ભયાનક અકસ્માત, 10 લોકોનાં મોત, 19 ઘાયલ

ઉત્તર પ્રદેશઃ મિર્ઝાપુર-પ્રયાગરાજ હાઈવે પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. જ્યાં એક બોલેરો અને બસ વચ્ચે ટક્કર થઈ હતી. જેના કારણે 10 લોકોનાંં મોત થયા છે. જ્યારે 19 ઘાયલ થયા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે બોલેરોના ટુકડા થઈ ગયા હતા. 

ઘટના અંગે ડીસીપી જણાવ્યું કે છત્તીસગઢથી મહાકુંભમાં શ્રદ્ધાળુઓને લઈ જઈ રહેલી બોલેરો બસ સાથે અથડાતા 10 લોકોના મોત થયા હતા. આ અકસ્માત શુક્રવારે રાત્રે લગભગ 12 વાગ્યે પ્રયાગરાજ-મિર્ઝાપુર હાઇવે પર મેજા પોલીસ સ્ટેશન હેઠળ થયો હતો. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સ્વરૂપ રાની મેડિકલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આગળની પ્રક્રિયા હજુ ચાલુ છે.

કુંભ મેળામાં સંગમ સ્નાન માટે શ્રદ્ધાળુઓ જઇ રહ્યાં હતા

બોલેરોમાં મુસાફરી કરી રહેલા તમામ શ્રદ્ધાળુઓ છત્તીસગઢના કોરબા જિલ્લાના રહેવાસી હતા.આ લોકો કુંભ મેળામાં સંગમ સ્નાન માટે આવી રહ્યાં હતા. મળતી માહિતી મુજબ તમામ મૃતકોની ઉંમર 25 થી 45 વર્ષની વચ્ચે છે અને તમામ પુરુષો છે.

આ અકસ્માતમાં સંગમ સ્નાન બાદ વારાણસી જઈ રહેલી બસમાં મુસાફરી કરી રહેલા 19 શ્રદ્ધાળુઓ પણ ઘાયલ થયા છે. તમામ ઘાયલોને સીએચસી રામનગરમાં દાખલ કરવામાં આવ્યાં છે. બસમાં મુસાફરી કરી રહેલા તમામ શ્રદ્ધાળુઓ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના રહેવાસી છે. મુખ્યમંત્રી આદિત્યનાથે આ દુ:ખદ દુર્ઘટના પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch