Mon,09 December 2024,12:18 pm
Print
header

સંભલમાં જામા મસ્જિદના સર્વે દરમિયાન થયેલી હિંસામાં 3 લોકોનાં મોત, પથ્થરબાજી બાદ ઈન્ટરનેટ બંધ

ઉત્તર પ્રદેશઃ સંભલમાં જામા મસ્જિદમાં સર્વે દરમિયાન ફાટી નીકળેલી હિંસામાં ત્રણ લોકોનાં મોત થયા છે. જિલ્લાના એસપીએ આ વાતની પુષ્ટિ કરી છે. મૃતકોના નામ નોમાન, બિલાલ અને નઈમ છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે બે મહિલાઓ સહિત કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી છે. મહિલાઓ ધાબા પરથી પથ્થરમારો કરી રહી હતી. સવારે લગભગ 300 લોકોની ભીડ હતી. તેની પાછળ લોકો પણ હતા. આ લોકોએ પોલીસને નિશાન બનાવી હતી. સબ ઈન્સ્પેક્ટરને પણ પગમાં ઈજા થઈ હતી.

શનિવારે સવારે જ્યારે કોર્ટના આદેશ પર ટીમ સર્વે કરવા પહોંચી તો સ્થાનિક લોકોએ પથ્થરમારો શરૂ કર્યો હતો, ત્યારબાદ પોલીસે ટીયર ગેસના શેલ છોડવા પડ્યાં હતા. દરમિયાન પ્રદર્શનકારીઓએ આગચંપી શરૂ કરી દીધી હતી. આ ઘટનામાં એસપી સહિત અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.

સંભલમાં પથ્થરમારાની ઘટના પર એસપી કહ્યું કે પથ્થરબાજી કરનારાઓએ તેમના વાહનોમાં આગ લગાવીને પોલીસકર્મીઓને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, આરોપીઓની સામે NSA હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. ડ્રોન વડે વીડિયોગ્રાફી કરવામાં આવી છે. સીસીટીવી કેમેરાની મદદથી આ તમામ લોકોની ઓળખ કરીને તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

કોર્ટના આદેશ પર ચાલી રહેલા સર્વે દરમિયાન સંભલમાં તંગદિલી ફેલાઈ ગયા બાદ મુરાદાબાદના ડીઆઈજી મુનિરાજની સાથે બરેલી ઝોનના એડીજી રમિત શર્માને પણ ત્યાં મોકલવામાં આંવ્યા છે. સમગ્ર વિસ્તારમાં પીએસીની ત્રણ કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.

શનિવારે સવારે 7.30 થી 10 વાગ્યા સુધી મસ્જિદમાં સર્વે હાથ ધરાયા બાદ એડવોકેટ કમિશનરની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. સમગ્ર સર્વેની વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી કરવામાં આવી છે. આ મામલે એડવોકેટ કમિશનર 29મી નવેમ્બરે પોતાનો રિપોર્ટ આપશે.  

સપાના વડા અખિલેશ યાદવે કહ્યું, સંભલમાં શાંતિની અપીલની સાથે એવી પણ અપીલ છે કે કોઈએ ન્યાયની આશા ગુમાવવી જોઈએ નહીં. અન્યાયનું શાસન લાંબું ચાલતું નથી, સરકાર બદલાશે અને ન્યાયનો યુગ આવશે.

એડવોકેટ કમિશનર જે રિપોર્ટ આપશે તેમાં સર્વે દરમિયાન ત્યાં શું જોવા મળ્યું તે જણાવવામાં આવશે. તેને લઈને વિવાદ છે. કારણ કે હિન્દુ પક્ષે દાવો કર્યો છે કે આ મુઘલ યુગની મસ્જિદ એક પ્રાચીન હિન્દુ મંદિરની જગ્યા પર છે. આ દાવા બાદ કોર્ટના આદેશ પર બીજી વખત વરિષ્ઠ વકીલ વિષ્ણુ શંકર જૈનના નેતૃત્વમાં એક ટીમ જામા મસ્જિદની અંદર સર્વે કરવા ગઈ હતી.

સર્વેને લઈને વધી રહેલા હોબાળા બાદ અખિલેશ યાદવે આ અંગે યોગી સરકાર પર પ્રહારો કર્યાં છે. આ અંગે સવાલો ઉઠાવતા તેમણે કહ્યું હતું કે, જ્યારે સર્વે કરવામાં આવ્યો હતો તો ફરીથી શા માટે કરવામાં આવ્યો, તે પણ વહેલી સવારે, તેમને યોગી સરકારની ઝાટકણી કાઢી નાખી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch