Thu,25 April 2024,2:37 am
Print
header

શું આવા હોય અચ્છે દિન ! પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને કચરાની ગાડીમાં લઇ જવાય છે

ઉત્તર પ્રદેશઃ રાજ્યમાં મૃતકોની ડેડબોડીને ગમે તે રીતે લઇ જવાય છે એટલે કે મોત પછી પણ મૃતદેહને કોઇ ઇજ્જત મળતી નથી, ઉત્તર પ્રદેશમાં કોરોનાના દર્દીના મૃતદેહને નદીમાં નાખવાનો વીડિયો સામે આવ્યાં પછી વધુ એક શરમજનક ઘટના સામે આવી છે. અહીના મહોબાનો એક વીડિયો વાઇરલ થયો છે જેમાં એક મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કચરાની ગાડીમાં લઇ જવાયો છે.

પોલીસકર્મીઓ દ્વારા આ મૃતદેહને કચરાની ગાડીમાં ફેંકી દેવામાં આવે છે અને તેની સાથે અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો છે. રામકરણ નામના ખેડૂતની તબિયત ખરાબ થતા તેમને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા બાદમાં તેમની તબિયત વધુ ખરાબ થઇ હતી અને કોઇ બિમારીને કારણે તેમનું મોત થઇ ગયું હતુ. પોલીસની આ કરતૂતથી મૃતકનો પરિવાર આઘાતમાં છે મૃતકના પુત્રએ જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી છે. ત્યારે ઉત્તર પ્રદેશની ભાજપની યોગી સરકારના રાજમાં આવા અનેક કિસ્સા સામે આવ્યાં છે જેમાં નાગરિકો હેરાન થઇ રહ્યાં છે ત્યારે ખરેખર અહીં પુછવાનું થાય કે મોદી સરકારે જે અચ્છે દિનનો જે વાયદો કર્યો હતો તે શું આ જ છે ?

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch