Fri,28 March 2025,2:28 am
Print
header

અમેરિકા યુક્રેનને કરી શકે છે બરબાદ, ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચે થયેલી ગરમાગરમી બાદ નાટોની વધી ચિંતા

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. નાટોના વડાએ ઝેલેન્સ્કીને શક્ય એટલી વહેલી તકે યુનાઇટેડ સ્ટેટ્સ સાથેના સંબંધો સુધારવાની સલાહ આપી છે. વ્હાઇટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને  ઝેલેન્સ્કી વચ્ચેની ગરમાગરમ ચર્ચાએ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. અમેરિકન સહાય વિના યુક્રેન, રશિયા સાથે યુદ્ધ કેવી રીતે લડશે અને યુક્રેન ઉભું પણ કંઇ રીતે થશે ??
 
નાટોના વડા માર્ક રુટેએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચેની ચર્ચાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે. તેમણે જણાવ્યું કે આ ઘટના પછી તેમણે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે બે વાર વાત કરી હતી. યુક્રેનમાં સ્થાયી શાંતિ માટે અમેરિકા, યુરોપ અને યુક્રેને સાથે રહેવું પડશે. તે જ સમયે, તેમણે ઝેલેન્સ્કીને સલાહ આપી કે અમેરિકાએ યુક્રેન માટે જે કર્યું છે તેનું સન્માન કરો. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ કીવ અને નાટો બંનેમાં શાંતિ લાવવા માટે પ્રતિબદ્ધ છે.

અમેરિકાથી ઝેલેન્સકી શનિવારે લંડન પહોંચ્યા હતાં, અહીં બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર તેમને ગળે લગાવીને અંદર લઈ ગયા. લંડનમાં યુરોપિયન નેતાઓની બેઠકની પૂર્વસંધ્યાએ બંને નેતાઓ વચ્ચે મુલાકાત થઇ. જો યુનાઇટેડ સ્ટેટ્સ સમર્થનના અભાવમાં યુરોપિયન દેશો યુક્રેન અને પોતાનું રક્ષણ કેવી રીતે કરી શકે છે તેની ચર્ચા કરવામાં આવી હતી. બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે ઝેલેન્સકીને કહ્યું કે જેમ તમે બહાર રસ્તા પર નારાઓ સાંભળ્યા છે, તેમ તમને સમગ્ર યુનાઇટેડ કિંગડમ તરફથી સંપૂર્ણ સમર્થન છે. જ્યાં સુધી જરૂર પડશે ત્યાં સુધી અમે તમારી અને યુક્રેનની સાથે ઊભા રહીશું. ઝેલેન્સકીએ સ્ટાર્મરનો અને યુકેના લોકોનો તેમના સમર્થન અને મિત્રતા બદલ આભાર માન્યો હતો.
 
કેટલાક નિષ્ણાતોએ ટ્રમ્પ સાથે ઉગ્ર ચર્ચા બાદ ઝેલેન્સ્કીની ખુરશી જોખમમાં આવી ગઈ હોવાનું જણાવ્યું હતું. અમેરિકાની એજન્સી યુક્રેનમાં ઝેલેન્સ્કીની સરકારને ઉથલાવી શકે છે. રશિયાને હુમલા માટે છુટો દોર આપવામાં આવી શકે છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch