અલબામા: અમેરિકાના અલબામા સ્ટેટ કોલબર્ટ કાઉન્ટીમાં હિલક્રેસ્ટ મોટેલના ગુજરાતી માલિક પ્રવીણ પટેલ (ઉ.વ.76)ની ગોળી મારીને હત્યા કરનાર અમેરિકન વ્યક્તિ વિલિયમ મૂરને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ સજા સંભળાવવા દરમિયાન કોર્ટરૂમમાં ભાવુક દ્રશ્યો જોવા મળ્યાં હતા.
ચરોતરના પ્રવીણ પટેલની હત્યા 8 ફેબ્રુઆરી, 2024ના રોજ થઈ હતી. રૂમ ભાડે આપવા બાબતે વિવાદ વકરતાં રિસેપ્શન એરિયામાં પટેલ પર ત્રણ ગોળીઓ ચલાવવામાં આવી હતી, જેનાથી તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું. મૂર પર હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને 22 ઓક્ટોબર, 2025ના રોજ જ્યુરી દ્વારા તેને હત્યાનો દોષી ઠેરવવામાં આવ્યો હતો. સજા સંભળાવતી વખતે, પટેલની પુત્રીએ હત્યારાની સામે સીધું જોઈને કહ્યું કે તે તેને ક્યારેય માફ નહીં કરે.
પ્રવીણ પટેલની પુત્રીએ કહ્યું, જે દિવસે તમે મારા પિતાની હત્યા કરી, તે દિવસે તમે ફક્ત એક જ માણસને નથી માર્યો- તમે અમારા સમગ્ર પરિવારનો નાશ કર્યો હતો. તેણીએ કોર્ટને કહ્યું. તમારા કારણે, અમારું આખું જીવન ક્રાઈમ સીન બની ગયું છે. જ્યાં સુધી અમે જીવીશું ત્યાં સુધી આ દર્દ અમે સહન કરીશું.
તેમના પુત્રએ તેમના પિતાની સફરને યાદ કરતા જણાવ્યું, તેઓ સ્ટુડન્ટ વિઝા પર માત્ર 7 ડોલર લઈને અમેરિકા આવ્યાં હતા, માસ્ટર ડિગ્રી મેળવી હતી, અને 1978માં હિલક્રેસ્ટ મોટેલ ખરીદ્યું હતું, જે તેઓ દાયકાઓ સુધી ચલાવ્યું હતુ.
ચોટીલાના PI-PSI સહિત 4 પોલીસકર્મી સસ્પેન્ડ; સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓનો ગંજીપો ચીપાયો | 2026-06-12 18:19:56
અમદાવાદ: પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39
અમદાવાદ વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ, 260 લોકોનાં મોત અંગે AAIB ના અંતિમ રિપોર્ટની હજુ પણ રાહ જોવાઈ રહી છે | 2026-06-12 14:34:46
સુરતમાં એક કારમાંથી યુવકની લાશ મળી, પાંચ દિવસથી ગુમ હતો આ વ્યક્તિ | 2026-06-12 09:27:40
કેનેડામાં ફાયરિંગ અને આગચંપી કેસમાં 3 ભારતીય યુવકો દોષિત જાહેર: કોર્ટે ફટકારી જેલની સજા | 2026-06-11 18:02:19
ઓમાનના દરિયામાં જહાજ પર અમેરિકાએ કર્યો હુમલો, ત્રણ ભારતીયોના મોત બાદ ભારતનું કડક વલણ | 2026-06-11 09:03:45
પાકિસ્તાની સેનાનું હેલિકોપ્ટર ક્રેશ, સવાર તમામ સૈન્યકર્મીઓનાં મોત | 2026-06-10 18:36:26
અમેરિકાએ અપાચે હેલિકોપ્ટર તોડી પાડવાનો બદલો લીધો, ઈરાન પર ફરી કર્યો હુમલો | 2026-06-10 08:07:08
ટ્રમ્પને મોટો ફટકો ! કોર્ટે H-1B વિઝા ફી વધારીને 1 લાખ ડોલર કરવાના કાયદાને રદ કર્યો, ભારતીયો માટે મોટી રાહત | 2026-06-09 08:45:20
સરકારનો મોટો નિર્ણય, આ ગ્રાહકો હવે પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ અને ડીઝલ મેળવી શકશે નહીં | 2026-06-12 09:13:31