Thu,18 April 2024,12:52 pm
Print
header

અમેરિકામાં ફાયરિંગથી લોકોમાં ફફડાટ, ન્યૂ ઓર્લિન્સમાં ગોળીબારમાં 11 લોકો ઇજાગ્રસ્ત

અમેરિકા: છેલ્લા એક મહિનામાં યુએસએમાં ફાયરિંગની 4 કરતા વધુ ઘટનાઓ બની છે, સ્કૂલમાં ફાયરિગ અને વોલમાર્ટના ફાયરિંગમાં અનેક લોકોના જીવ ગયા પછી હવે અહીના ન્યૂ ઓર્લિન્સ શહેરમાં અંધાધૂંધ ગોળીબારમાં 11 લોકો ઘાયલ થયા છે, અહીના ફ્રેન્ચ ક્વાર્ટરમાં અચાનક ગોળીબાર કરવામાં આવતા લોકોમાં દોડધામ મચી ગઇ હતી, આરોપીએ ગોળીઓ વરસાવીને 11 લોકોને ઘાયલ કરી દીધા છે, તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

આ વિસ્તારમાં પહેલાથી જ પોલીસનો સઘન બંદોબસ્ત હતો તેમ છંતા આરોપીએ જાહેરમાં ફાયરિંગ કરીને પોલીસને પડકાર ફેંક્યો હતો, ફાયરિંગ કોને કર્યુ તે હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરીને તેની પૂછપરછ કરાઇ રહી છે, પોલીસ દ્વારા સીસીટીવીની મદદથી સમગ્ર ઘટનાની તપાસ થઇ રહી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar