Thu,18 April 2024,8:18 pm
Print
header

કોરોનાની ફેકટરી એવા ચીન સામે ટ્રમ્પ ફરી ભડક્યાં, ટૂંક સમયમાં કોઇ મોટી કાર્યવાહીના સંકેત

વોશિંગ્ટનઃ ચીનની પેદા થયેલો કોરોના દુનિયાના મોટાભાગના દેશોમાં તબાહી મચાવી રહ્યો છે, હાલમાં સૌથી વધુ 17 લાખ જેટલા કોરોના પોઝિટિવ કેસ અમેરિકામાં છે, મોતનો આંકડો 1 લાખ જેટલો છે, વિશ્વની મહાસત્તા અમેરિકા ચાઇનીઝ વાઇરસ સામે લાચાર છે, ત્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી ચીન સામે લાલ આંખ કરી છે, તેમને પત્રકારો સાથેની ચર્ચામાં કહ્યું છે કે તેઓ ટૂંક સમયમાં ચીન સામે મોટી કાર્યવાહી કરશે. હોંગકોંગ સામે ચીની સૈન્યની કાર્યવાહીથી પણ અમેરિકા નારાજ છે.

કોરોના વાઇરસ મામલે બેદરકારી મામલે બદલો લેવા ટ્રમ્પ સરકાર ચીન પર પ્રતિબંધ લગાવી શકે છે. ટ્રમ્પે અગાઉ પણ ચીન સામે ટિપ્પણી કરી હતી કે ચાઇનીઝ વાઇરસે દુનિયા બરબાદ કરી છે, તેઓ સતત ચીન સામે નિવેદનો કરી રહ્યાં છે, દુનિયાના અન્ય દેશોએ પણ ચીન સામે દંડાત્મક કાર્યવાહીની માંગ કરી છે.

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch