Thu,25 April 2024,12:39 pm
Print
header

અમેરિકાઃ સ્કૂલો ખૂલતાં જ કોરોના બાળકોને બનાવી રહ્યો છે શિકાર, અઠવાડિયામાં 1.41 લાખ સંક્રમિત

(File Photo)

વોશિંગ્ટનઃ કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત અમેરિકામાં કોવિડ-19 ઝડપથી બાળકોને પોતાનો શિકાર બનાવી રહ્યો છે. વાયરસનું આ રૂપ વિશ્વ માટે ખતરાની ઘંટડી હોઈ શકે છે. અમેરિકન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સના (એએપી) રિપોર્ટ મુજબ એક સપ્તાહમાં 1,41,905 બાળકો સંક્રમિત થયા છે.

રિપોર્ટ મુજબ બાળકોમાં સંક્રમણની ગતિમાં છેલ્લા બે સપ્તાહની તુલનામાં 32 ટકાનો વધારો થયો છે. આંકડા મુજબ અમેરિકામાં ગત સપ્તાહે મળેલા સંક્રમણના એક તૃતીયાંશ કેસ બાળકોના છે. અમેરિકામાં બાળકોની વસતી 22 ટકા છે.મહામારીની ઝપેટમાં ત્રણ ટકાથી ઓછા બાળકો આવેલા છે. જે મુજબ 68 લાખથી વધારે બાળકો સંક્રમણની ઝપેટમાં આવી ચુક્યા છે.

એએપીના રિપોર્ટ મુજબ સંક્રમણને કારણે બાળકોમાં મૃત્યુદર ઘણો ઓછો છે. કોરોના થી અમેરિકાના છ રાજ્યોમાં એક પણ બાળકનું મોત થયું નથી. બાળકોમાં કોરોનાના સામાન્ય લક્ષણો જોવા મળી રહ્યાં છે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન મુજબ ઓક્ટોબરમાં 5 થી 11 વર્ષના 8300 બાળકો સંક્રમણને કારણે હોસ્પિટલમાં દાખલ થયા હતા. જેમાં 172 બાળકોના મોત થયા હતા.

સીડીસીના અહેવાલ મુજબ મહામારીના કારણે 2300 સ્કૂલો બંધ કરી દેવામાં આવી હતી,12 લાખ બાળકોનો અભ્યાસ પ્રભાવિત થયો છે. સ્કૂલો શરૂ થવાની સાથે સંક્રમણ બેકાબૂ થવા લાગ્યું છે, જે આગામી સમય માટે ચેતવણી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch