Fri,19 April 2024,9:45 am
Print
header

અમેરિકાના અલાબામામાં વાવાઝોડા ક્લોડેટથી 12 લોકોનાં મોત, જ્યોર્જિયામાં પણ ભારે નુકસાન

વોંશિગ્ટનઃ અમેરિકાના અલાબામામાં વાવાઝોડા ક્લોડેટને લઇને 12 લોકોનાં મોત થઇ ગયા છે. બે વાહનોની ટક્કરમાં જ 10 લોકોનાં મોત થયા છે જેમાં 9 બાળકોનો સમાવેશ થાય છે અમેરિકાના દક્ષિણ પૂર્વના રાજ્યોમાં આ તોફાનને કારણે સૌથી વધારે નુકસાન થયું છે. વરસાદ અને તોફાનને કારણે મોટી સંખ્યામાં મકાનોને નુકસાન થયું છે. આ ઘટનામાં કેટલાક લોકો ઘાયલ થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયામાં આવ્યાં છે. તુસ્કાલૂસા શહેરમાં એક મકાન પર વૃક્ષ પડતા 24 વર્ષના એક યુવાન તથા 3 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે. જો કે પીડિતોની હજુ સુધી ઓળખ થઇ શકી નથી.

તોફાનને કારણે સૌથી વધારે નુકસાન અલાબામા અને જ્યોર્જિયામાં થયું છે. મિસ્સીસિપ્પીના ગલ્ફ કોસ્ટમાં 12 ઇંચ વરસાદ પડયો હતો. આ તોફાનની અસર ઉત્તર કોરોલિનાથી લઇને ડક ટાઉન સુધી જોવા મળી છે. હવામાન વિભાગે હજુ 45 કિલીમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે. અલાબામાના નોર્થપોર્ટમાં 20 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. નોર્થપોટમાં રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે નેશનલ વેધર સર્વિસના જણાવ્યાં મુજબ અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. સોમવારે આ તોફાન ઉત્તર કોરોલિના તરફ વળે તેવી શક્યતા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch