Wed,24 April 2024,1:29 pm
Print
header

3000 ડાયનામાઈટની મદદથી ટ્રમ્પની 34 માળની આ બિલ્ડીંગને તોડી પાડી, વીડિયો વાયરલ

એટલાન્ટીકઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્લાઝાને ડાયનામાઈટની મદદથી ધરાશાયી કરી દેવામાં આવ્યું છે. અમેરિકાના એટલાન્ટીક શહેરમાં સ્થિત આ પ્લાઝા પોતાના કસીનો માટે ઓળખવામાં આવતું હતું. 3000 ડાયનામાઈટની મદદથી 34 માળની આ બિલ્ડીંગને તોડી પાડી અને તેને જોવા માટે વ્યવસ્થા પણ કરવામાંઆવી હતી.

આ પ્લાઝાને 1984માં ખોલવામાં આવ્યું હતું વર્ષ 2014માં તેને બંધ કરી દેવામાં આવ્યું હતું. અનેક તોફાનોને કારણે આ બિલ્ડીંગનો બહારનો ભાગ જર્જરિત થઈ ગયો હતો જેથી ગયા વર્ષે જૂન મહિનામાં મેયર માર્ટીન સ્મોલે આ બિલ્ડીંગને ધ્વસ્ત કરી દેવાનો આદેશ આપ્યો હતો. આ બિલ્ડીંગને જમીનદોસ્ત કરવામાં આવી રહી હતી તે સમયે અનેક લોકો ત્યાં હાજર હતા તેનું લાઈવ સ્ટ્રિમીંગ પણ કરવામાં આવ્યું હતું.

આ પ્લાઝાના તૂટવાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. 34 માળની આ વિશાળ ઈમારતને તૂટવામાં 20 સેકન્ડ કરતા પણ ઓછો સમય લાગ્યો હતો. બુધવારે સવારે 9 વાગ્યાની આસપાસ બિલ્ડીંગમાં એક પછી એક વિસ્ફોટ કરવામાં આવ્યા જેણે આખી ઈમારતને હલાવી દીધી હતી.એટલાન્ટિક શહેરના મેયરનું કહેવું છે કે આ ઈમારતના પડ્યા પછી તેનો કાટમાળ હટાવતા જૂન મહિના સુધીનો સમય લાગી શકે છે.

ટ્રમ્પનું આ પ્લાઝા જાણીતી ફિલ્મોનો હિસ્સો પણ રહી ચૂક્યું છે. ટ્રમ્પ પ્લાઝા ફિલ્મ ઓશન 11માં જોવા મળ્યું છે. આ ફિલ્મમાં બ્રેડપીટ, જ્યોર્જ ક્લૂની, જુલિયા રોબર્ટ્સ, મેટ ડેમન અને કેસી ફ્લેક જેવા સ્ટાર્સ જોવા મળ્યાં હતા. 1984થી 1991 સુધી આ કેસીનોમાં ઈવેન્ટ મેનેજર તરીકે કામ કરનારા બર્ન ડિલ્લન કહે છે કે, જે રીતે ટ્રમ્પ પ્લાઝા અને એટલાન્ટિક સિટીને દુનિયાની સામે દેખાડ્યું તે અવિશ્વાસનીય હતું. મતલબ કે આ પ્લાઝામાં પોપ સુપરસ્ટાર મેડોનાથી લઈને રેસલર હલ્ક હોગન, મ્યુઝિક લેજેન્ડ કીથ રિચર્ડ્સ અને સુપરસ્ટાર એક્ટર જેક નિકલસન જેવા લોકો તેની મુલાકાત લઈ ચૂક્યા છે. ટ્રમ્પની આ હોટલને તૂટવાના વીડિયોને સોશિયલ મીડિયા પર લોકો ઘણો જોઈ રહ્યાં છે. નોંધનિય છે કે યુએસના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ વર્ષોથી રિયલ એસ્ટેટ બિઝનેસમાં પણ હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch