Wed,31 May 2023,2:34 am
Print
header

અમેરિકાના ટેનેસીની એક સ્કૂલમાં થયો ગોળીબાર, ત્રણ બાળકો સહિત 7 લોકોનાં મોત

અમેરિકાઃ ટેનેસીના નેશવિલમાં એક ખાનગી સ્કૂલમાં ગોળીબાર થયો છે. આ ઘટનામાં ત્રણ બાળકો સહિત 7 લોકોનાં મોત થયા છે. ફાયરિંગમાં કેટલાક લોકો ઘાયલ થયા છે.પોલીસે જણાવ્યું કે હુમલાખોર પાસે બે એસોલ્ટ રાઇફલ્સ અને એક હેન્ડગન હતી. હુમલાખોરને પોલીસે ઠાર  કરી નાખ્યો છે. ફાયરિંગ વખતે નર્સરીથી છઠ્ઠા ધોરણ સુધીના 200 જેટલા વિદ્યાર્થીઓ સ્કૂલમાં હાજર હતા.

આ ક્રિશ્ચિયન સ્કૂલમાં થયેલા ગોળીબારમાં ત્રણ બાળકો, ચાર પુખ્ત વયના લોકોના મોત નીપજ્યાં હતાં. હોસ્પિટલમાં પહોંચે તે પહેલાં જ ત્રણ બાળકોના મોત થઇ ગયા હતા.જે સ્કૂલ પર હુમલો થયો હતો તેનું નામ વાચા સ્કૂલ જણાવવામાં આવી રહ્યું છે. ઘટના સ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

મેટ્રોપોલિટન નેશવિલ પોલીસ ડિપાર્ટમેન્ટે એક ટ્વિટમાં જણાવ્યું કે શંકાસ્પદ શૂટરને ઠાર કરાયો છે. આ હુમલા પાછળનું કારણ શું છે તે સ્પષ્ટ નથી. નેશવિલ ફાયર ડિપાર્ટમેન્ટે એનબીસી અને ધ ન્યૂયોર્ક ટાઇમ્સ સહિતના મીડિયાએ ઇજાગ્રસ્ત લોકોની પુષ્ટિ કરી છે. શાળામાં પ્રિસ્કૂલ થી ધોરણ 6 સુધીના બાળકો અભ્યાસ કરે છે. અમેરિકન સ્કૂલોમાં ફાયરિંગની વધતી જતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને સરકાર માટે પણ ચિંતા વધી રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch