Mon,06 December 2021,7:29 am
Print
header

લોકગાયક કિર્તીદાન ગઢવીનું શ્રેષ્ઠ યોગદાન, દીકરીઓ માટે USમાં લાડકી પ્રોજેક્ટથી ભેગું કર્યું રૂ.2 કરોડનું ફંડ

રાજકોટઃ લોકગાયક કિર્તીદાન ગઢવીએ સિંગીંગ ઉપરાંત સમાજ સેવા માટે પણ આગેકૂચ કરી છે. તેમને હાલમાં જ અમેરિકાના ડેલાવરના ડેપ્યુટી ગવર્નર બેથલી હોલ લોંગે સર્ટિફિકેટ આપીને સન્માનિત કરાયા છે, અહીં તેમના પર ડાયરામાં ડોલરનો વરસાદ થયો હતો, કિર્તીદાન ગઢવીએ દેશની બહાર અમેરિકામાં અનેક કાર્યક્રમો કરીને લાડકી પ્રોજેક્ટના મારફતે 2 કરોડ રૂપિયાનું ફંડ એકત્રિત કર્યું છે જે દિકરીઓ માટે વાપરવામાં આવશે.હ્યુસ્ટનમાં રહેતા ગુજરાતી નીક પટેલે જ ડાયરામાં 21 લાખ રૂપિયાનું ફંડ આપ્યું છે. અન્ય ગુજરાતીએ પણ ફાળો આપ્યો છે.

કિર્તીદાન ગઢવીએ અમેરિકાના તેમના મિત્ર અમિદભાઇ પાઠકની મદદથી આખો લાડકી  પ્રોજેક્ટ શરૂ કર્યો છે. ગુજરાતમાં અનેક દિકરીઓ માતા-પિતા વગરની છે, તેમને ભણતરમાં મદદની જરૂર છે, મેડિકલની જરૂર છે, તેવી દિકરીઓને આ ફંડમાંથી મદદ કરવામાં આવશે.

નોંધનિય છે કે કિર્તીદાન ગઢવીના ગીત લાડકીને યુટ્યૂબમાં 100 મિલિયનથી પણ વધારે વખત જોવાયું છે, જે એક નવો રેકોર્ડ છે અને હવે તેમને અમેરિકાના ગવર્નરે સન્માનિત કર્યાં છે. જે ગુજરાત માટે પણ ગર્વની વાત છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch