Fri,19 April 2024,2:03 pm
Print
header

US પ્રમુખ જો બાઇડને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે શું કરી વાત ?

વોશિંગ્ટનઃ અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર બન્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વાત કરી હતી. 7 મહિનામાં તેમણે બીજી વખત જિનપિંગ સાથે વાત કરી છે. ચીન દ્વારા કરવામાં આવેલા સાયબર સુરક્ષા ઉલ્લંઘન, કોરોના મહામારી સામે લડવાની રીતથી યુએસ નારાજ છે તેવા જ સમયે બાઇડને તેમની સાથે વાત કરતાં અનેક અટકળો થઈ રહી છે.

તાજેતરમાં વ્હાઇટ હાઉસે ચીની વેપાર પ્રથાને અયોગ્ય ગણાવી હતી. ચીને તાલિબાની સરકાર માટે તેનો ખજાનો ખોલી દીધો છે અને 31 મિલિયન યુએસ ડોલરની મદદ કરવાની જાહેરાત કરી છે.બીજી બાજુ અમેરિકામાં બે દાયકા પહેલાં 9/11 હુમલાની 'ઊજવણી' કરતાં હોય તેમ નવી તાલિબાન સરકારના મંત્રીઓ 20 વર્ષ પછી આ જ દિવસે 'શપથગ્રહણ' કરવાના હોય તેવી સંભાવના છે.

અમેરિકાના સંરક્ષણ મંત્રી લોઈડ ઓસ્ટિને જણાવ્યું કે 20 વર્ષ પહેલાં અમેરિકા પર હુમલો કરનારૂં આતંકી જૂથ અલ-કાયદા અફઘાનિસ્તાનમાં તાલિબાનોની નવી સરકારમાં ફરીથી માથું ઊંચકે તેવી સંભાવના છે.અમેરિકાએ તાલિબાનોને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે તે અફઘાનિસ્તાનને અલ-કાયદા અથવા કોઈ પણ કટ્ટરવાદી આતંકી જૂથોનો અડ્ડો નહીં બનવા દે. આ બધી બાબતો વચ્ચે બાઇડનની જિનપિંગ સાથે કરેલી વાત સૂચક માનવામાં આવી રહી છે. બીજી તરફ પાકિસ્તાન પણ હવે તાલિબાનોની સાથે ઉભું છે, ચીન અને પાકિસ્તાનના આ પેંતરાથી ભારતની ચિંતા વધી રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch