Thu,25 April 2024,8:30 pm
Print
header

Corona Vaccine: US પ્રેસિડેન્ટ જો બાઈડેને કરી મોટી જાહેરાત, ત્રણ સપ્તાહમાં 90 ટકા એડલ્ટ બનશે રસીકરણને પાત્ર

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને મોટી જાહેરાત કરી છે. કોરાનાથી સૌથી વધુ પ્રભાવિત દેશ અમેરિકામાં કોરોના મહામારી સામે ચાલી રહેલા રસીકરણને લઈ તેમણે આ જાહેરાત કરી છે. બાઈડેને કહ્યું અમેરિકામાં 90 ટકા પુખ્તો 19 એપ્રિલ સુધી કોરોના વાયરસ રસીકરણ માટે પાત્ર હશે.

ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ પ્રમાણે, બાઈડને કહ્યું, મને જાહેરાત કરતાં ગર્વ થઈ રહ્યો છે કે આજથી ત્રણ સપ્તાહ બાદ 90 ટકા એડલ્ટ રસી લગાવવા માટે પાત્ર હશે. ઉપરાંત 90 ટકા અમેરિકનોને 5 માઈલની અંદર જ વેક્સીનની સુવિધા ઉપલબ્ધ કરાવાશે. 12 માર્ચે 1.9 અબજ ડોલરનું કોવિડ-19 બિલ યુએસ સેનેટમાં પાસ થયા બાદ રાષ્ટ્રપતિ બાઇડેન તેના પર હસ્તાક્ષર કર્યાં હતા. આ રાહત પેકેજના પક્ષમાં જનમત બનાવવા તેઓ જનતા વચ્ચે ગયા હતા. સેનેટમાં રિપબ્લિક પાર્ટીના સભ્યો પેકેજ પાસ કરાવવામાં અડચણ બનતા હતાં. જેને લઈ બાઈડેને વિસ્કોંસિન રાજ્યના મિલવાઉકી શહેરમાં જઈને ટાઉન હોલમાં સંબોધન કર્યુ હતું અને લોકોના સવાલના સીધા જવાબ આપ્યાં હતા.

અમેરિકા વિશ્વમાં સૌથી વધુ કોરોનાથી પ્રભાવિત છે. અહીં 3 કરોડથી વધારે લોકો સંક્રમિત થઈ ચુક્યા છે અને 5.45 લાખથી વધુ લોકોના મહામારીથી મોત થયા છે. અમેરિકામાં ન્યૂયોર્ક, ન્યૂજર્સી અને કેલિફોર્નિયા સૌથી વધુ પ્રભાવિત છે. ન્યૂયોર્કમાં 50,017, કેલિફોર્નિયામાં 58,949 અને ન્યૂજર્સીમાં 24,389 લોકોના આ મહામારીથી મોત થયા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch