વોશિંગ્ટન: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીનલેન્ડ ટાપુને અમેરિકામાં ભેળવવા માટે અત્યાર સુધીનો સૌથી મોટો દાવ ખેલ્યો છે. ટ્રમ્પે 8 નાટો સહયોગી દેશોને ટાર્ગેટ કરતા જાહેરાત કરી છે કે જ્યાં સુધી ગ્રીનલેન્ડ અમેરિકાને સોંપવામાં નહીં આવે, ત્યાં સુધી આ દેશો પર ભારે ટેરિફ લાદવામાં આવશે.
ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક લાંબી પોસ્ટમાં લખ્યું છે કે, ડેનમાર્ક, નોર્વે, સ્વીડન, ફ્રાન્સ, જર્મની, યુનાઇટેડ કિંગડમ, નેધરલેન્ડ અને ફિનલેન્ડથી અમેરિકા આવતા સામાન પર 1 ફેબ્રુઆરીથી 10 ટકા ટેરિફ લાગુ થશે. જો આ દેશો સમજૂતી નહીં કરે, તો 1 જૂનથી આ ટેરિફ વધારીને 25 ટકા કરી દેવામાં આવશે.
ટ્રમ્પે ડેનમાર્કની સૈન્ય શક્તિની મજાક ઉડાવતા દાવો કર્યો હતો કે, ચીન અને રશિયાની નજર ગ્રીનલેન્ડ પર છે અને ડેનમાર્ક તેને બચાવવા અસમર્થ છે. ડેનમાર્ક પાસે સુરક્ષા માટે માત્ર બે 'ડોગસ્લેડ' (બ્રફ પર ચાલતી કુતરાગાડી) છે, જેમાંથી એક તો હમણાં જ ઉમેરવામાં આવી છે." તેમણે ઉમેર્યું કે માત્ર તેમના નેતૃત્વમાં જ અમેરિકા આ 'પવિત્ર ભૂમિ'ની રક્ષા કરી શકે છે.
અમેરિકા લાંબા સમયથી યુરોપની સુરક્ષાનો આર્થિક ભાર ઉઠાવતું આવ્યું છે, હવે ડેનમાર્કે બદલામાં ગ્રીનલેન્ડ આપીને તેનું વળતર ચૂકવવાનો સમય આવી ગયો છે. ટ્રમ્પના મતે ગ્રીનલેન્ડનો કબ્જો લેવો એ વૈશ્વિક સુરક્ષા માટે અનિવાર્ય છે. જો આ દેશો ગ્રીનલેન્ડ નહીં સોંપે, તો વિશ્વ શાંતિ જોખમમાં મુકાશે. ટ્રમ્પે આક્ષેપ કર્યો કે ફ્રાન્સ, જર્મની અને યુકે જેવા દેશોએ ગ્રીનલેન્ડમાં પોતાની હાજરી વધારીને બિનજરૂરી જોખમ ઊભું કર્યું છે.
ગ્રીનલેન્ડ ભૌગોલિક રીતે ઉત્તર અમેરિકાનો ભાગ છે પરંતુ તે ડેનમાર્કનો સ્વાયત્ત પ્રદેશ છે. ટ્રમ્પ તેને તેની વ્યૂહાત્મક સ્થિતિ અને કુદરતી સંસાધનોને કારણે ખરીદવા માંગે છે, જ્યારે ડેનમાર્ક અને ગ્રીનલેન્ડની જનતા આ પ્રસ્તાવને વારંવાર ફગાવી ચૂકી છે. આ ટેરિફની જાહેરાત બાદ હવે અમેરિકા અને યુરોપિયન દેશો વચ્ચે મોટા 'ટ્રેડ વોર' (વ્યાપાર યુદ્ધ)ના એંધાણ વર્તાઈ રહ્યા છે.
મૃગીકુંડમાં શાહી સ્નાન વખતે પોલીસ સાથે ગેરવર્તન કરવું ભારે પડ્યું, કીર્તિ પટેલ સામે પોલીસ ફરિયાદ | 2026-02-17 18:19:06
T-20 વર્લ્ડકપમાં મોટો ઉલટફેરઃ ઓસ્ટ્રેલિયા ફેંકાયું, ઝિમ્બાબ્વે સુપર- 8માં પહોંચ્યું | 2026-02-17 18:12:46
વિધાનસભામાં દુકાન અને સંસ્થા સુધારા બિલ સર્વાનુમતે પસાર, જાણો શું થશે અસર ? | 2026-02-17 17:56:25
બાંગ્લાદેશને નવી સરકાર મળી, BNP નેતા તારિક રહેમાને વડાપ્રધાન તરીકે શપથ લીધા | 2026-02-17 17:19:06
12 મા ધોરણની બોર્ડ પરીક્ષા, 584 માંથી 581 વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાયા, 50 થી વધુ શાળા સ્ટાફ સામે કાર્યવાહી | 2026-02-17 15:32:49
પાકિસ્તાનમાં આતંકવાદી હુમલો, વિસ્ફોટકોથી ભરેલું વાહન ચેકપોસ્ટ સાથે અથડાયું, 11 સુરક્ષા કર્મચારીઓનાં મોત | 2026-02-17 15:05:30
અમેરિકા: વિદ્યાર્થીઓ આઇસ હોકી મેચ રમી રહ્યાં હતા ત્યારે ગોળીબાર થયો, બાળકી સહિત 3 લોકોનાં મોત | 2026-02-17 11:27:09
અમેરિકામાં ભારતીય એન્જિનિયર મૃત હાલતમાં મળ્યો, છ દિવસ પહેલા પાડોશીના દરવાજા પાસેથી લેપટોપ- બેગ મળી હતી | 2026-02-15 09:13:13
India - US Trade Deal: ટેક્સટાઈલ પર શૂન્ય ટકા ટેરિફ કરી શકે છે અમેરિકા | 2026-02-12 17:31:49