Tue,17 June 2025,10:07 am
Print
header

ટ્રમ્પનું ફરી મોટું નિવેદનઃ જો ભારત-પાકિસ્તાન યુદ્ધ કરશે તો અમેરિકા કોઇ કરાર નહીં કરે- Gujarat Post

  • Published By
  • 2025-05-31 10:36:42
  • /

વેપારને લઇને ટ્રમ્પે બંને દેશોને આપી ધમકી

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત-પાકિસ્તાન તણાવ અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરીથી યુદ્ધ થશે તો અમેરિકા તેમની સાથે કોઇ કરાર કરશે નહીં.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમેરિકા ભારત અને પાકિસ્તાન સાથે વેપાર કરાર કરવા જઈ રહ્યું છે. મને આ વાતનો ગર્વ છે. અમે ગોળીઓને બદલે વેપાર દ્વારા પરમાણુ યુદ્ધની શક્યતાને રોકવામાં સફળ રહ્યાં છીએ. બંને દેશો વચ્ચે યુદ્ધનો ઇતિહાસ રહ્યો છે. દરેક વખતે બંને ગોળીઓ પછી સમાધાન કરવા સંમત થયા છે. પરંતુ અમે વેપાર દ્વારા સમાધાન કર્યું છે. એટલા માટે મને આ વાતનો ખૂબ ગર્વ છે. કોઈ તેના વિશે વાત કરતું નથી. પરંતુ પાકિસ્તાન અને ભારત વચ્ચે ખૂબ જ ખતરનાક સંઘર્ષ ચાલી રહ્યો હતો. હવે પરિસ્થિતિ સામાન્ય છે.
 
ટ્રમ્પે એરફોર્સ વનથી ઉડાન ભર્યા બાદ જોઈન્ટ બેઝ એન્ડ્રુઝ ખાતે કહ્યું કે પાકિસ્તાનના પ્રતિનિધિઓ આવતા અઠવાડિયે અહીં આવી રહ્યાં છે. અમે ભારત સાથે પણ કરાર કરવાની ખૂબ નજીક છીએ. જો તેઓ એકબીજા સાથે યુદ્ધ કરવા જઈ રહ્યાં છે, તો મને કોઈની સાથે સોદો કરવામાં રસ રહેશે નહીં.

 

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch