Thu,25 April 2024,10:54 am
Print
header

દવા મામલે ભારતને ચીમકી...મોદીએ જેમનું ફૂલોથી સ્વાગત કર્યુ તે ટ્રમ્પ હવે ચીમકી આપી રહ્યાં છે

નવી દિલ્હીઃ દુનિયા આખી કોરોના વાઇરસની મહામારીથી પીડાઇ રહી છે, વિશ્વમાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ અમેરિકામાં છે, આ આંકડો 3 લાખ 68 હજારે પહોંચ્યો છે, 10,700 જેટલા લોકોના અહી મોત થઇ ગયા છે, જગત જમાદાર અમેરિકા કોરોના સામે લાચાર છે, હવે તેને ભારતની જરૂર પડી છે, પરંતુ આ વખતે અમેરિકાએ ચીમકીની ભાષામાં વાત કરી છે, અમેરિકી પ્રેસિડેન્ટ અને મોદીના ખાસ મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમે વડાપ્રધાન મોદી સાથે વાત કરીને કોરોના સામે મદદરૂપ થનારી દવા હાઇડ્રોક્સિ ક્લોરોક્વીનનો જથ્થો માંગ્યો છે, આ દવા ભારત અમેરિકાને આપે તેવી અમારી ઇચ્છા છે, પરંતુ જો ભારત દવા નહીં આપે તો અમે ભારત સામે કાર્યવાહી કરીશું, ટ્રમ્પે એક રીતે ધમકીની ભાષા વાપરી છે.

ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન પછી ભારતીય વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે અમે જે દેશોને આ દવાની જરૂર છે, તેમને આપીશું, પરંતુ પહેલા દેશની ચિંતા કરીશું, પછી વિદેશની..ભારતે અમેરિકાને દવા આપવાની હા પણ પાડી છે. આ દવા કોરોનાના દર્દીઓને રાહત આપી રહી છે, જેથી તેનો એક રિઝર્વ જથ્થો ભારતમાં જ રહશે,અમે તમને જણાવી દઇએ કે થોડા સમય પહેલા જ કરોડો રૂપિયાનો ખર્ચ કરીને અમદાવાદમાં ટ્રમ્પનું સ્વાગત કરાયું હતુ, નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં મોદી સરકારે ફૂલોથી અમેરિકી પ્રેસિડેન્ટનું સ્વાગત કર્યું હતુ. તેનો ઉદ્દેશ બંને દેશો વચ્ચે ગાઢ મિત્રતાનો હતો. તેમના માટે લાલ ઝાઝમ પાથરવામાં આવી હતી અને હવે તે જ ટ્રમ્પ તેમના મિત્ર મોદી અને ભારત સામે કડક શબ્દો વાપરી રહ્યાં છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch