Sat,20 April 2024,10:41 am
Print
header

ફાયરિંગથી ધણધણી ઉઠી ન્યૂયોર્કની ક્લબ, ગોળીબારમાં 4 લોકોનાં મોત-3 ઘાયલ

અમેરિકા: ન્યૂયોર્કની એક ક્લબમાં ફાયરિંગ થતા દોડધામ મચી ગઇ હતી, ગોળીબારમાં 4 લોકોનાં ઘટના સ્થળે જ મોત થઇ ગયા છે અને 3 લોકો ઘાયલ થયા છે, ન્યૂયોર્ક પોલીસનાં જણાવ્યાં પ્રમાણે શહેરના બ્રુકલીન સ્થિત 74 યુરિકા એવન્યૂની એક નાઇટ ક્લબમાં આ ફાયરિંગ થયું છે, પોલીસ દ્વારા આરોપીની શોધખોળ થઇ રહી છે, હજુ સુધી જાણવા નથી મળ્યું કે આરોપીએ કેમ ગોળીબાર કર્યો હતો, સીસીટીવી ફૂટેજને આધારે સમગ્ર ઘટનાની તપાસ થઇ રહી છે.

નોંધનિય છે કે અમેરિકાના શહેરોમાં અગાઉ પણ ફાયરિંગની અનેક ઘટનાઓ બની છે. જેમાં અનેક લોકોનાં મોત થયા છે અને આજે વધુ એક ઘટનામાં ચાર લોકોનાં જીવ ગયા છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch