Fri,19 April 2024,2:29 pm
Print
header

કેલિફોર્નિયામાં ગોળીબારમાં એક બાળક સહિત છ લોકોનાં મોત

અમેરિકાઃકેલિફોર્નિયામાં થયેલા ફાયરિંગમાં એક બાળક સહિત 6 લોકોના મોત થયા છે. સોમવારે કેલિફોર્નિયાના જોકિન વેલીમાં આવેલા તુલારે સૈન શહેરમાં બે શખ્સોએ એક ઘર પર હુમલો કર્યો હતો અને અંધાધૂધ ગોળીઓ ચલાવી હતી. ગોળીબારમાં 6 લોકોનાં મોત નીપજ્યાં હતા.

કેલિફોર્નિયામાં ગોળીબારમાં એક મહિલા સહિત 6 લોકોના મોત

સેન્ટ્રલ કેલિફોર્નિયામાં ગોળીબારનો ભોગ બનેલા લોકોમાં  માતા અને છ મહિનાનું બાળક પણ સામેલ હતું. એજન્સીના જણાવ્યાં અનુસાર, ગોળીબારની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી તો બે લોકો રસ્તા પર અને ત્રીજાને ઘરના દરવાજા પર મૃત હાલતમાં મળી આવ્યાં હતા. પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા અને એકનું હોસ્પિટલમાં મોત થયું હતું. અધિકારીઓનું માનવું છે કે આ ઘટનામાં બે લોકો સામેલ છે.

નોંધનીય છે કે અમેરિકાના ફ્લોરિડામાં હુમલાખોરોએ માર્ટિન લ્યુથર કિંગ ડેની ઉજવણી કરી રહેલા લોકોને નિશાન બનાવ્યાં હતા અને કાર્યક્રમમાં સામેલ 6 લોકોના મોત થયા હતા અને 8 લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ લોકો ગભરાઈ ગયા હતા અને જીવ બચાવવા માટે ભાગવા લાગ્યા હતા.અમેરિકામાં વારંવાર આવી ગોળીબારની ઘટનાઓ બની રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch