Sun,07 March 2021,10:18 am
Print
header

બાઈડનનો શપથવિધિ સમારંભ યોજાશે, વ્હાઈટ હાઉસ છોડીને જાણો ટ્રમ્પ ક્યાં જશે ?

વોશિંગ્ટનઃ અમેરિકાના નવા રાષ્ટ્રપ્રમુખ જો બાઈડન શપથ લેવા માટે જઈ રહ્યાં છે. અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં 46માં રાષ્ટ્રપ્રમુખ તરીકે તેઓ શપથ લઈ રહ્યાં છે. મુખ્ય ન્યાયાધીશ જોન રોબર્ટ જો બાઈડનને પદ અને ગોપનિયતાના શપથ અપાવશે. ટ્રમ્પના સમર્થકો તરફથી થયેલી હિંસા અને મોટી બબાલ બાદ દરેક પાસા પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. આ શપથવિધીમાં પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ જોડાશે નહીં. બાઈડનના શપથવિધી સમારોહમાં ટ્રમ્પ જોવા નહીં મળે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાજધાની વોશિંગ્ટનમાં 24 જાન્યુઆરી સુધી ઈમરજન્સી લગાવી દેવામાં આવી છે. આખું અમેરિકા એલર્ટ પર છે. આ વખતે સાંસદને પોતાની સાથે માત્ર એક વ્યક્તિને જ લાવવાની મંજૂરી આપી છે. તેથી સમારંભમાં આ વખતે 200 લોકો જ સામેલ થશે.

ડૉનાલ્ડ ટ્રમ્પ એક વાત સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તેઓ બાઈડનના શપથગ્રહણ સમારોહમાં સામિલ નહીં થાય. તા.6 જાન્યુઆરીના રોજ કેપિટલ હિલમાં થયેલી હિંસા બાદ ટ્રમ્પ સાર્વજનિક રીતે ઓછા જોવા મળી રહ્યાં છે. ટ્રમ્પ વ્હાઈટ હાઉસ ક્યારે છોડશે અને ક્યાં જશે એને લઈને ઘણી બધી અટકળો છે. રિપોર્ટ અનુસાર બાઈડનના શપથ ગ્રહણ સમારોહ પહેલા ટ્રમ્પ અમેરિકાના મોટા શહેર ફ્લોરિડા માટે રવાના થઈ શકે છે.હજુ સુધી ટ્રમ્પનું કોઈ ઓફિશિયલ શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું નથી.

વોશિંગ્ટન શહેરના સંવાદદાતા ગ્રેગ જેનેટે કહ્યું હતુ કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને ફર્સ્ટ લેડી મિલેનિયા ટ્રમ્પ તા.20 જાન્યુઆરીના રોજ સાંજે 6.30 (ભારતીય સમય) પહેલા વ્હાઈટ હાઉસ નહીં છોડે. જ્યારે બાઈડન આજે રાત્રે 10.30 (ભારતીય સમય) વાગ્યે રાષ્ટ્રપતિ પદ માટે શપથ લેશે. કમલા હેરિસ અમેરિકાના પહેલી મહિલા ઉપરાષ્ટ્રપતિ પદની શપથ લેશે. આ પ્રસંગે તમિલનાડુના થુલેસેન્દ્રપુરમ ગામમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જેનેટે જણાવ્યાં અનુસાર બાઈડનની શપથવિધીના ત્રણથી ચાર કલાક પહેલા ટ્રમ્પ અને તેમના પત્ની વ્હાઈટ હાઉસ છોડી દેશે. અમેરિકી મીડિયા અનુસાર ટ્રમ્પ એરફોર્સ વન મારફતે રાત્રે 9.30 વાગ્યા સુધીમાં ફ્લોરિડા પહોંચી જશે.

ટ્રમ્પના સમર્થકો વચ્ચે એમના વિદાય સમારોહ માટે એક આમંત્રણ પત્રિકા તૈયાર કરવામાં આવી છે. જેનું વિતરણ થયું છે. રીપોર્ટ અનુસાર ટ્રમ્પને સાંજના સમયે વિદાય આપવામાં આવશે. આ વિદાય સમારોહમાં કોણ કોણ જોડાશે એ હજુ સ્પષ્ટ થયું નથી. વ્હાઈટ હાઉસ કોમ્યુનિકેશન એડવાઈઝરને પણ આ અંગે આમંત્રણ મળ્યું છે. વિદાય વખતે 21 તોપોની સલામી પણ આપવામાં આવે એવી શક્યતા છે.

સત્તાના હસ્તાંતરણ પહેલા જૂના અને નવનિયુક્ત પ્રમુખ મુલાકાત કરે છે. આ અમેરિકાની પરંપરા છે. પણ ટ્રમ્પ આવું કંઈ નહીં કરે. કારણ કે આવુ ન કરવા અંગે તેઓ ઘણી સ્પષ્ટતા કરી ચૂક્યા છે. ટ્રમ્પને સૈન્ય તરફથી કોઈ પ્રકારની વિદાય નહીં આપવામાં આવે. જેવી આશા ટ્રમ્પને છે કદાચ એવી વિદાય ન પણ હોય. આ એ પ્રસંગ હોય છે જ્યારે રાષ્ટ્રપ્રમુખ કોઈ સત્તા છોડતા પૂર્વે સૈન્ય ટીમને મળે છે. આભાર વ્યક્ત કરવામાં આવે છે. વ્હાઈટ હાઉસ છોડ્યા બાદ ટ્રમ્પ ફ્લોરિડામાં કલબ માર એ લાગો નામની જગ્યાએ જશે. આ કલબ રાષ્ટ્રપતિના કાર્યકાળમાં અનેક વખત એમને આવકારી ચૂકી છે. જેમાં પ્રાયવેટ બીચ અને 10 ગેસ્ટરૂમ છે. પામ બીચ સાથે થયેલી સમજૂતી અંતર્ગત કોઈ પણ વ્યક્તિ આ રીસોર્ટમાં 21 દિવસથી વધારે સમય સુધી રહી શકે એમ નથી. ટાઉન પામ બીચના મેનેજરે કહ્યું કે તારીખ 20 જાન્યુઆરીથી બીચ સાઈડ અને કલબની આસપાસના રસ્તાઓ પ્રજા માટે બંધ કરી દેવાશે.

રાષ્ટ્રપ્રમુખ તરીકેનો કાર્યકાળ પૂરો થયા બાદ પણ ટ્રમ્પને સુરક્ષા હેતુ અને પરિવહન માટે વાર્ષિક રૂપિયા 10 લાખ અમેરિકી ડૉલર મળી રહે છે. જ્યારે એમના પાર્ટનર માટે અલગથી ફંડ આપવામાં આવે છે. જોકે  અગાઉની જેમ તે સામાન્ય જીવન જીવે એવું નથી લાગતું. રાષ્ટ્રપ્રમુખ હોવાને કારણે છેલ્લા ચાર વર્ષથી એમના ઘણી બધી સુવિધાઓ મળતી હતી.જો કેે હવે તેમને  સામાન્ય જિંદગી જીવવી પડશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch

-->