Thu,25 April 2024,10:24 am
Print
header

આ દેશમાં આજે મધરાતથી ફરી બે અઠવાડિયા માટે થશે તાળાબંધી, જાણો વિગતો

લંડનઃ વિશ્વના 200થી વધારે દેશોમાં કોરોનાનો (Cornavirus) કહેર છે. વિશ્વમાં કોરોનાથી અત્યાર સુધીમાં 11 લાખથી વધુ  લોકોના મોત થયા છે. સંક્રમિતોની સંખ્યા 4.14 કરોડને પાર થઈ ગઈ છે. દરમિયાન બ્રિટનમાં કોરોના વાયરસના વધી રહેલા કેસો વચ્ચે દક્ષિણ-પશ્ચિમ સ્થિત વેલ્સે બે સપ્તાહ માટે સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી છે. રોયટર્સના રિપોર્ટ પ્રમાણે લોકડાઉન (Lockdown) શુક્રવારથી અમલી બનશે.

કોરોનાને રોકવા માટે સમગ્ર બ્રિટનમાં લાગુ થયેલા કડક પ્રતિબંધોની જેમ વેલ્સમાં (Wales Lockdown) કરવામાં આવનારું લોકડાઉન 15 દિવસ સુધી અમલી રહેશે. દરમિયાન મોટા ભાગના કારોબાર બંધ રહેશે. લોકોને ઘરમાં રહેવા અપીલ કરાઈ છે. ઉપરાંત શક્ય હોય ત્યાં સુધી વર્ક ફ્રો હોમના આદેશ અપાયા છે.

વેલ્સના મંત્રી માર્ક ડ્રેકફોર્ડે (Mark Drakeford) પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, વેલ્સમાં દરેક લોકોએ ઘરમાં જ રહેવું પડશે. તમામ કારોબાર બંધ રહેશે. કોરોના વાયરસ વેલ્સના તમામ હિસ્સામાં ખૂબ ઝડપથી પ્રસરી રહ્યો હોવાથી અમારી પાસે લોકડાઉન સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. માર્કે લોકડાઉનને કારણે નાના અન મધ્યમ દુકાનદારો તથા વેપારીઓના ધંધા બંધ રહેવાથી થનારા નુકસાન માટે આર્થિક સહાયતા આપવાની પણ જાહેરાત કરી હતી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch