Sat,20 April 2024,5:11 pm
Print
header

24 કલાકમાં 800 લોકોનાં મોત, અમેરિકામાં કુલ 3900 લોકોનાં જીવ ગયા, 1 લાખ 87 હજાર લોકોને ચેપ

વોશિંગ્ટનઃ અમેરિકામાં કોરોનાનો ખતરો ભયાનક બની રહ્યો છે, માત્ર 24 કલાક એટલે કે એક દિવસમાં જ 800 જેટલા લોકોનાં મોત થઇ ગયા છે, અમેરિકામાં મોતનો આંકડો 3900 જેટલો થયો છે અને 1 લાખ 87 હજાર લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે, જે આંકડો દુનિયામાં સૌથી મોટો છે, ન્યૂયોર્કમાં લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે, અહી સૌથી વધુ લોકોને ચેપ લાગ્યો છે. ચીન પછી હવે અમેરિકામાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે, જ્યારે ચીનમાં સ્થિતી સામાન્ય થઇ ગઇ છે.   

અમેરિકામાં ભયાનક સ્થિતી વચ્ચે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે આગામી દિવસો દર્દનાક રહેવાના છે, તેઓ કોરોના સામે લડવા તમામ પ્રયાસ કરી રહ્યાં છે. અમેરિકાની જનતાએ એક થઇને આ મહામારી સામે લડવાનું છે, એક રિપોર્ટ પ્રમાણે અમેરિકામાં કોરોનાથી 1 લાખ લોકો મૃત્યું પામે તેવી સ્થિતી ઉભી થઇ છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch