Sat,20 April 2024,7:30 am
Print
header

અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ વોર, ટ્રમ્પની ટેરિફ વધારવાની ચેતવણી બાદ શેરબજારોમાં કડાકાની શક્યતા

અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર ચાલી રહ્યું છે, અગાઉ ટ્રમ્પની ચેતવણી છંતા ચીને ટેક્સમાં કોઇ જ ઘટાડો ન કરતા પાછી ટ્રમ્પે ચીમકી આપી છે કે જો ચીન સાથે વેપાર સમજૂતી નહીં થાય તો ટેરિફ વધારવામાં આવશે, જેની અસર ભારત સહિતના દુનિયાભરના શેરબજારો પર પડી શકે છે, અમેરિકામાં આયત થતી વસ્તુઓ પર ચીન દ્વારા ડ્યૂટી ઓછી નથી કરાઇ રહી, જેની સામે ટ્રમ્પે નારાજગી વ્યક્ત કરી છે, તેઓ અગાઉ ભારતને પણ આ મામલે ચીમકી આપી ચુક્યાં છે. 

ચીનના વાણિજય મંત્રાલયે જણાવ્યું છે કે અમેરિકી પ્રતિનિધી રોબર્ટ લાઇથાઇજર અને વિત્તમંત્રી સ્ટીવન ન્યૂચિન સાથે વાતચીત કરી હતી, જ્યાં બંને દેશો વચ્ચે વેપારને સરળ બનાવવા ચર્ચા થઇ છે. પરંતુ ટેક્સ ઓછો કરવાને લઇને કોઇ નિરાકરણ આવ્યું નથી, જેથી હવે ટ્રમ્પ સરકાર ચીનથી આયાત થતી વસ્તુઓ પર ટેક્સ વધારી શકે છે, સાથે જ ટ્રમ્પ અન્ય દેશો સાથેના બિઝનેસમાં પણ ચીન સામે અપનાવેલી પોલીસી વાપરી શકે છે, જેની અસર ભારત પર થવાની શક્યતા છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch